Sunday, November 28, 2021
Homeકરીનાના લાડલાને ડેટ કરવા માંગે છે આ હૉટ એક્ટ્રેસ
Array

કરીનાના લાડલાને ડેટ કરવા માંગે છે આ હૉટ એક્ટ્રેસ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના છોટે નવાબ તૈમૂર અલી ખાન માટે પોપ્યુલારીટી કોઇનાથી છુપી નથી. તેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયર થતાં રહે છે. અનેક સેલેબ્રિટી પણ તૈમૂરને લઇને ક્રેજી છે. તાજેતરમાં જ તેના પૂરાવા પણ મળ્યાં. તેવામાં એક એક્ટ્રેસે તૈમૂર સાથે ડેટ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી.

પિંક ફેમ એક્ટ્રેસ તાપસી પન્નૂ તૈમૂર સાથે ડેટ પર જવા માંગે છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે તાપસીને પૂછવામાં આવ્યું કે તે બોલીવુડમાં કોની સાથે ડેટ પર જવા માંગશે તો તેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, શું હું તૈમૂરને ડેટ પર લઇ જઇ શકુ?

ફક્ત તાપસી જ નહી બોલીવુડના તમામ સેલેબ્સ તૈમૂરના ફેન છે. રણવીર સિંહ પણ તૈમૂર સાથે કામ કરવા માંગે છે. કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.

જણાવી દઇએ કે તૈમૂર અલી ખાનના નામે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ છ. તેના નામે માર્કેટમાં રમકડા પણ વેચાઇ રહ્યાં છે. તાજેતરમાં જ તૈમૂર ગિટાર વગાડતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયાં હતા.

તાપસીની વાત કરીએ તો તેની ફિલ્મ બદલા 8 માર્ચના રોજ રિલિઝ થઇ રહી છે. ફિલ્મને લઇને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેના અમિતાભ બચ્ચન અને અમૃતા સિંહ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments