Tuesday, December 7, 2021
Homeકરીના કપૂરનો વીડિયો થયો વાયરલ, રાહુલ ગાંધી સાથે જવા માગે છે ડેટ...
Array

કરીના કપૂરનો વીડિયો થયો વાયરલ, રાહુલ ગાંધી સાથે જવા માગે છે ડેટ પર

કરીના કપૂર ખાન અત્યારે તો પોતાના હબી સૈફ અલી ખાન અને દિકરા તૈમૂરમાં કાફી બિઝી રહે છે, પણ બોલિવુડમાં આપવામાં આવેલા જૂના સ્ટેટમેન્ટના કારણે હિરોઈનો ફસાઈ જાય તે નવાઈની વાત નથી. અને બેબો સાથે પણ હવે કંઈક આવું જ થઈ રહ્યું છે. કરીનાનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે જેમાં કરીના કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીને ડેટ કરવાની વાતો કરી રહી છે.

વર્ષ 2002માં અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુઝીથી કરીના કપૂર ખાને ડેબ્યું કર્યું હતું. એ પછી કરીના સેમી ગ્રેવાલના મશહૂર ચેટ શો પર પહોંચી હતી. જેમાં કરીનાએ પોતાના કરિયરને લઈ અને રિલેશનશિપ વિશે ખુલ્લમખુલ્લા વાત કરી હતી. ઈન્ટરવ્યૂમાં સેમી ગ્રેવાલે પૂછ્યું હતું કે, તે કોને ડેટ કરવા માગે છે, જેના પર કરીનાએ ખુલ્લમ ખુલ્લા રાહુલ ગાંધીનું નામ બોલી દીધું હતું.

 

 

હવે કરીનાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે રાહુલ ગાંધી સાથે ડેટ પર જવાની વાત જાહેર કરી રહી છે. આ ઈન્ટરવ્યૂમાં કરીના કહી રહી છે કે, રાહુલ ઘણા જ દિલચશ્પ માણસ છે. જો કે બાદમાં કરીનાએ પોતાના આ નિવેદનથી પલ્ટી મારી દીધી હતી. 2009માં કરીનાએ એ કહેતા પોતાની જૂની લટકતી પતંગનો દોરો કાપી નાખ્યો હતો કે, આ ખૂબ જૂની વાત છે. મેં આવું એટલા માટે કહ્યું હતું કે, અમારા બંન્નેના સરનેમ ઘણાં જ મશહૂર છે. તેમને હું પ્રધાનમંત્રીના રૂપે જોવા ઈચ્છીશ પણ ડેટ પર નહીં.

વાતો એવી હતી કે લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશના ભોપાલમાંથી કરીના કપૂર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. આ અફવા ફેલાતાની સાથો સાથ ભાજપના બેડામાં ખડભડાટ મચી ગયો હતો. જોકે બાદમાં કરીનાએ આ વાત માત્ર અફવા હોવાની પુષ્ટી કરતા ભાજપના જીવમાં જીવ આવ્યો હતો. કરીનાએ કહ્યું હતું કે, હું ફિલ્મો પર ધ્યાન આપીશ રાજનીતિ પર નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments