કરીના કપૂર ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7’ને જજ કરશે, શોનો પહેલો પ્રોમો રિલીઝ

0
55

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનના ટીવી ડેબ્યૂને લઈ છેલ્લાં કેટલાંય મહિનાઓથી ચર્ચા થતી હતી. કરીના હવે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની સિઝન સાતમાં જજ તરીકે જોવા મળશે. ઝી ટીવીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શોનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે.

કરીના સાથે આ બે જજની ભૂમિકામાં
કરીનાની સાથે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ તથા રેપર રફ્તાર પણ જજ તરીકે જોવા મળશે. પ્રોમોમાં કરીનાએ ડિઝાઈનર યુસુફ અલ જાસ્મીનના આઉટફિટ પહેર્યાં છે. પ્રોમોમાં કરીના ડાન્સ કરતી તથા ગાતી જોવા મળે છે. બોસ્કો માર્ટિસ તથા રફ્તાર પણ કરીનાની સાથે ડાન્સ કરતાં જોવા મળે છે.

શોના એક એપિસોડ માટે અઢીથી ત્રણ કરોડ લીધા હોવાની ચર્ચા
સૂત્રોના મતે કરીના કપૂરે એક એપિસોડ દીઠ 2.5થી 3 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી અને ચેનલને આટલી રકમ આપવામાં પણ વાંધો નહોતો. આ શો ત્રણ મહિના સુધી ચાલશે. જેમાં 24-26 એપિસોડ્સ ટેલિકાસ્ટ થશે. જેમાં રોજ બે એપિસોડ શૂટ કરવામાં આવશે. આમ કરીનાને ત્રણ મહિના માટે 78(3*26) કરોડ રૂપિયા મળશે.

આ સ્ટાર્સ એક એપિસોડ દીઠ લેતા હતાં આટલા રૂપિયા
માધુરી દીક્ષિતઃ ‘ડાન્સ દિવાને’ માટે માધુરીને એક એપિસોડ દીઠ 1 કરોડ રૂપિયા મળતા હતાં.
સોનાક્ષી સિંહાઃ ‘નચ બલિયે 8’માં જજ બનીને સોનાક્ષીએ ટીવી ડેબ્યૂ કર્યું હતું. સોનાક્ષીને એક એપિસોડ દીઠ એક કરોડ રૂપિયા મળતાં હતાં.
જેક્લીન ફર્નાન્ડિઝઃ ‘ઝલક દિખલાજા 9’ માટે જેક્લીન એક એપિસોડ માટે 1.25 કરોડ રૂપિયા લેતી હતી.
અર્ચના પૂરણ સિંહઃ ‘ધ કપિલ શર્મા શો’માં અર્ચના પૂરણ સિંહ એક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા લે છે.
શિલ્પા શેટ્ટીઃ ‘સુપર ડાન્સર ચેપ્ટર 3’ને જજ કરવા માટે શિલ્પા શેટ્ટીને આખી સિઝન માટે 25 કરોડ રૂપિયા મળ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here