Saturday, August 13, 2022
Homeકરીના બાદ હવે સલમાનને આ લોકસભા બેઠક પરથી ઉતારવાની તૈયારીમાં છે કોંગ્રેસ!
Array

કરીના બાદ હવે સલમાનને આ લોકસભા બેઠક પરથી ઉતારવાની તૈયારીમાં છે કોંગ્રેસ!

- Advertisement -

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ બેઠક પરથી કરીના બાદ હવે મિની મુંબઈ કહેવાતા ઈન્દોર પરથી કોંગ્રેસ બૉલીવુડના દબંગ સલમાન ખાનને ચૂંટણી લડવાની તૈયારીમાં છે. ખરેખર, કોંગ્રેસ પ્રદેશ સચિવ રાકેશ યાદવે નિવેદન આપ્યુ છે કે સલમાનના નામ પર કોંગ્રેસ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે.

પ્રદેશ સચિવનુ કહેવુ છે કે સલમાન ખાન ચૂંટણી લડશે તો ઈન્દોરમાં યુવાનોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લાભ મળશે. મહત્વનું છે કે સલમાન ખાનનો જન્મ ઈન્દોરમાં થયો હતો. તેમણે પોતાના શૈશવકાળનો લાંબો સમય ઈન્દોરમાં વિતાવ્યો છે. સલમાન સમયે-સમયે ઈન્દોર આવતા-જતા હોય છે અને અમૂક પ્રસંગે તેમણે પોતાના ઈન્દોર પ્રેમને પણ જાહેર કર્યો છે.

આ અગાઉ બૉલીવુડ અભિનેત્રી અને પટૌદી ખાનદાનની પુત્રવધુ કરીના કપૂર પણ ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળોએ જોર પકડ્યુ હતું. કરીના કપૂરને ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ટિકિટ આપે તેવી ચર્ચા છે. પાર્ટીના કેટલાંક નેતા એવુ ઈચ્છે છે અને પોતાની ઈચ્છા હાઈકમાન્ડ રાહુલ ગાંધીને જણાવી ચૂક્યા છે.

ખરેખર, ભોપાલના અમૂક સ્થાનિક નેતા બૉલીવુડની ગ્લેમર ગર્લ કરીનાને ભોપાલ બેઠક પરથી સાંસદ બને તેવુ ઈચ્છે છે. આ નેતાઓએ કરીનાને ભોપાલ પરથી ટિકિટ આપવાની માંગ હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. જેની પાછળ તેમનો તર્ક છે કે જો ભોપાલ બેઠક ભાજપ પાસેથી ઝૂંટવી હોય તો કોંગ્રેસે કોઈ ચહેરો અહીંથી ઉતારવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular