Monday, December 4, 2023
Homeદેશકરેળ હાઈકોર્ટની પ્રથન વખત યુટ્યુબ પર લાઈવ સુનાવણી કરાઈ

કરેળ હાઈકોર્ટની પ્રથન વખત યુટ્યુબ પર લાઈવ સુનાવણી કરાઈ

- Advertisement -

દેશમાં હવે ટેકનિકલ પદ્ધતિનો ભરપુર ઉપયોગ થી રહ્યો છે ત્યારે હવે ન્યાયના ક્ષેત્રમાં પ ણડિજિટલ ટેકનોલોજી વપરાઈ રહી છે. તાજેતરમાંજ પીએમ મોદી દ્રારા ઈકોર્ટનું પણ લોંચ કરાયું છે ,જો કે હવે કોર્ટમાં ચાલતા કેસનું યુટ્યૂબ પર સુનાવણી પર લાઈવ કરવામાં આવી રહી છએ આમમાલે કેરળની હાઈકોર્ટે પહેલ કરી છે.

વિગત પ્રમાણે હાઈકોર્ટે વિતેલા દિવસને શનિવારે પ્રથમ વખત યુટ્યુબ પર તેની સુનાવણી લાઈવ સ્ટ્રીમ કરી હતી. સબરીમાલા અને મલિકપ્પુરમ મંદિરોમાં મુખ્ય પૂજારીના પદ માટે અરજીઓ આમંત્રિત કરતી ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા માટે કોર્ટે શનિવારે વિશેષ બેઠક યોજી હતી. આ કેસના અરજદારોમાંના એક સિજીથ ટીએલ દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ આ સંબંધમાં વિનંતી કરવામાં આવ્યા બાદ કોર્ટે આ પગલું ભર્યું હતું.

જસ્ટિસ અનિલ કે નરેન્દ્રન અને જસ્ટિસ પીજી અજીત કુમારની ડિવિઝન બેંચની વિશેષ બેઠકનું YouTube પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. સિજિથ TL એ વિજેશ PR સાથે આ રિટ પિટિશન દાખલ કરી હતી, જેઓ ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ લાયકાત ધરાવતા પાદરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular