કરોડના કૌભાંડી ભટનાગર બંધુઓએ આ કારણોથી જામીન અરજી પરત ખેંચી

0
21

રૂપિયા ૨૬૫૪ કરોડના બેન્ક લોન કૌભાંડ કેસના આરોપી અને વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માલિકો અમિત અને સુમિત ભટનાગરે ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે. ચોથી ફેબુ્રઆરીની સુનાવણીમાં પણ હાઇકોર્ટે જામીન ન આપવાનું વલણ દર્શાવ્યું હતું અને આજે પણ આ વલણ યથાવત્ રહેતા બન્નેએ અરજી પરત ખેંચી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આજે આ કેસની તપાસનો રિપોર્ટ જસ્ટિસ સોનિયા ગોકાણીને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. ઉપરાંત રજૂઆત કરી હતી કે બન્ને આરોપીઓએ ૨૦૦૦થી પણ વધુ લેટર ઓફ ક્રેડિટ ઇશ્યૂ કર્યા હતા. આ તમામ લેટર નકલી નામોના આધારે ઇશ્યૂ થયા હોવાની આશંકા એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીઓને જો જામીન આપવામાં આવે તો પુરાવાઓ અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની સંભાવના છે.

તપાસ પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના જેટલો સમય લાગી શકે તેમ હોવાથી આરોપીઓને જામીન ન આપવા સી.બી.આઇ. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા સ્થિતિ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માલિકો સુરેશ ભટનાગર અને તેમના પુત્રો અમિત અને સુરેશ પર રૃપિયા ૨૬૫૪ કરોડના લોન કૌભાંડનો આરોપ છે. આ રકમ કુલ ૧૯ બેન્કોની બનેલી સમિતિએ લોન તરીકે આપ્યા છે. સુરેશ ભટનાગરના તાદુરસ્ત તબિયતના કારમે હાઇકોર્ટે કાયમી જામીન આપ્યા છે પરંતુ અમિત અને સુમિતને માત્ર વચગાળાના જામીન મળ્યા હતા અને બાદમાં જેલ હવાલે થવું પડયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here