Saturday, October 23, 2021
Homeકરોડો નોકરીયાતોના પીએફના પૈસા ડૂબવાનો ખતરો, આ કંપનીમાં ફસાયા 20 હજાર કરોડ
Array

કરોડો નોકરીયાતોના પીએફના પૈસા ડૂબવાનો ખતરો, આ કંપનીમાં ફસાયા 20 હજાર કરોડ

દેશના લાખો મધ્યમવર્ગીય નોકરિયાતોના પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફંડના હજારો કરોડ રૂપિયા ડૂબવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફાયનાન્શિયલ સર્વિસિઝ એટલે કે આઇએલએન્ડએફએસના નાણાકીય સંકટને કારણે કર્મચારીઓના પીએફના કરોડો રૂપિયા ડૂબવાની ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

રિટાયરમેન્ટ ફંડની બિલકુલ અપારદર્શક પ્રવૃતિઓના કારણે ફસાયેલી રકમનું યોગ્ય આકલન તો નથી થઇ શક્યું. પરંતુ આ આંકડો 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ આઇએલએન્ડએફએસને મળેલા બેંક મ્યુચ્યુઅલ ફંડ તેમજ અન્ય વેલ્થ મેનેજમેન્ટ સ્કીમ મારફતે મળેલી રકમ સિવાયની છે.

નિષ્ણાતોએ વિવિધ પાસાઓને ધ્યાને રાખીને જણાવ્યું કે આઇએલએન્ડએફએસને લોન આપનારાઓને 11 હજાર 300 કરોડથી લઇને 28 હજાર 500 કરોડ રૂપિયા સુધીનો ચૂનો લાગી શકે છે. રેગ્યુલેટરી ફાઇલિંગથી સામે આવ્યું છે કે આઇએલએન્ડએફએસ પર 91 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. જે પૈકી 61 ટકા બેંક લોન જ્યારે કે 33 ટકા ડિબેન્ચર્સ અ કમર્શિયલ પેપરો વડે લેવામાં આવેલું દેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments