Sunday, November 28, 2021
Homeકર્ણાટકના ગઠબંધનમાં તિરાડ? ITC હોટલમાં ભાજપના 104 MLA, બહાર કોંગ્રેસનું પ્રદર્શન
Array

કર્ણાટકના ગઠબંધનમાં તિરાડ? ITC હોટલમાં ભાજપના 104 MLA, બહાર કોંગ્રેસનું પ્રદર્શન

નવી દિલ્હી: કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મંગળવારે બે ધારાસભ્યોએ કર્ણાટક સરકારમાંથી તેમનું સમર્થન પરત ખેંચી લીધું છે. આ દરમિયાન ભાજપનું કહેવું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનની સરકાર બે દિવસમાં જ તૂટી જશે. નોંધનીય છે કે, બે ધારાસભ્યોમાં એચ નાગેશ (અપક્ષ) અને આર શંકર (કેપીજેપી)એ કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખીને તેમનું સમર્થન પરત લેવાની વાત કરી છે. આ ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલી પત્રના કારણે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે.

જોકે સાત મહિના જૂની સરકારમાં તિરાડ પડવાની વાત વચ્ચે પણ રાજ્ય સરકાર ચિંતામુક્ત છે. કારણકે આ ધારાસભ્યો સરકાર બહાર થઈ જવાથી પણ કર્ણાટક સરકારને કોઈ જોખમ નથી. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું કહેવું છે કે, તેમની સરકાર સ્થિર છે અને તેઓ સંપૂર્ણ રીતે ચિંતામુક્ત છે. તેમણે કહ્યું કે, મને મારી તાકાતનો અંદાજ છે. રાજકીય ખેંચતાણ વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ કેવી વેણુગોપાલે સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર, ડીકે શિવકુમાર અને અન્ય સીનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારપછી જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ ભાજપ પર કર્ણાટક સરકારના ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો હતો.

ગુડગાંવની હોટલમાં 104 ભાજપના ધારાસભ્ય રોકાયા

  • રાજકીય ખેંચતાણ વચ્ચે બુધવારે ગુડગાંવની ITC હોટલમાં ભારતીય જનતા પાર્ટીના 104 ધારાસભ્યો રોકાયેલા છે. જ્યારે હોટલની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોદ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
  • સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે ITC હોટલની ચારેય બાજુ બેરિકેડિંગ કરી દીધું છે. ત્યારપછી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડિંગની સામે જ બેસી ગયા છે.
  • બુધવારે સવારે મુખ્યમંત્રી ડી કુમારસ્વામીએ કહ્યું છે કે, કોંગ્રેસ ધારાસભ્યો (મુંબઈની હોટલમાં હાજર કોંગ્રેસ ધારાસભ્ય) પહોંચથી ખૂબ દૂર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય મીડિયાની પહોંચથી દૂર છે પરંતુ મારી પહોંચથી દૂર નથી. હું દરેકના સંપર્કમાં છું અને મારી દરેક સાથે વાતચીત થઈ રહી છે. દરેક લોકો પરત આવી જશે. કર્ણાટકના ગઠબંધનને કોઈ જોખમ નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments