Saturday, October 23, 2021
Homeકર્ણાટકના ગઠબંધનમાં તિરાડ? બળવાખોર MLAની ગણતરી માટે કોંગ્રેસે બેઠક બોલાવી
Array

કર્ણાટકના ગઠબંધનમાં તિરાડ? બળવાખોર MLAની ગણતરી માટે કોંગ્રેસે બેઠક બોલાવી

નવી દિલ્હી: કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મંગળવારે બે ધારાસભ્યોએ કર્ણાટક સરકારમાંથી તેમનું સમર્થન પરત ખેંચી લીધું છે. આ દરમિયાન ભાજપનું કહેવું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનની સરકાર બે દિવસમાં જ તૂટી જશે. નોંધનીય છે કે, બે ધારાસભ્યોમાં એચ નાગેશ (અપક્ષ) અને આર શંકર (કેપીજેપી)એ કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખીને તેમનું સમર્થન પરત લેવાની વાત કરી છે. આ ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલી પત્રના કારણે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે.

જોકે સાત મહિના જૂની સરકારમાં તિરાડ પડવાની વાત વચ્ચે પણ રાજ્ય સરકાર ચિંતામુક્ત છે. કારણકે આ ધારાસભ્યો સરકાર બહાર થઈ જવાથી પણ કર્ણાટક સરકારને કોઈ જોખમ નથી. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું કહેવું છે કે, તેમની સરકાર સ્થિર છે અને તેઓ સંપૂર્ણ રીતે ચિંતામુક્ત છે. તેમણે કહ્યું કે, મને મારી તાકાતનો અંદાજ છે. રાજકીય ખેંચતાણ વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ કેવી વેણુગોપાલે સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર, ડીકે શિવકુમાર અને અન્ય સીનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારપછી જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ ભાજપ પર કર્ણાટક સરકારના ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો હતો.

ગણતરી માટે કર્ણાટક કોંગ્રેસે બેઠક બોલાવી

કોંગ્રેસ પાર્ટીએ 18 જાન્યુઆરીએ બેંગલુરુમાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. શુક્રવારે 3.30 વાગે થનારી આ બેઠક પછી કોંગ્રેસ તેમના ધારાસભ્યોની ગણથરી કરશે કે કેટલા ધારાસભ્યો તેમની સાથે છે.

શું કહ્યું કે.સી વેણુગોપાલે?

કોંગ્રેસ મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી કે.સી વેણુગોપાલે રાજ્યના ગઠબંધનના સહયોગીઓ વચ્ચે સંબંધો તણાવપૂર્વક હોવાની વાત નકારી દીધી છે. તેમણે કહ્યું છે કે, દરેક સંજોગોમાં અમારી સરકાર ચાલશે. તે 5 વર્ષ પૂરા કરશે. અમારા ધારાસભ્યો મજબૂત અને એકજૂથ છે. ભાજપને આકરો જવાબ મળશે. તે સાથે જ તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ભાજપના અનૈતિક કાર્યોનો ભાંડો ફોડવામાં આવશે. કોંગ્રેસે કહ્યું કે, ભાજપની ડર્ટી ટ્રિક્સથી સરકાર બની તો વિધાનસભા ચૂંટણીની જરૂર જ નહીં હોય.

શું છે કર્ણાટક વિધાનસભાનું સમીકરણ?

કર્ણાટકની 224 સભ્યો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના 104, કોંગ્રેસના 79 અને જેડીએસના 37 ધારાસભ્યો છે. તે સાથે જ KPJP, BSP અને અપક્ષના 1-1- ધારાસભ્યો છે.

ગુડગાંવની હોટલમાં 104 બીજેપી ધારાસભ્ય રોકાયા…
  • રાજકીય ખેંચતાણ વચ્ચે બુધવારે ગુડગાંવની ITC હોટલમાં ભારતીય જનતા પાર્ટીના 104 ધારાસભ્યો રોકાયેલા છે. જ્યારે હોટલની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોદ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
  • સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે ITC હોટલની ચારેય બાજુ બેરિકેડિંગ કરી દીધું છે. ત્યારપછી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડિંગની સામે જ બેસી ગયા છે.
  • બુધવારે સવારે મુખ્યમંત્રી ડી કુમારસ્વામીએ કહ્યું છે કે, કોંગ્રેસ ધારાસભ્યો (મુંબઈની હોટલમાં હાજર કોંગ્રેસ ધારાસભ્ય) પહોંચથી ખૂબ દૂર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય મીડિયાની પહોંચથી દૂર છે પરંતુ મારી પહોંચથી દૂર નથી. હું દરેકના સંપર્કમાં છું અને મારી દરેક સાથે વાતચીત થઈ રહી છે. દરેક લોકો પરત આવી જશે. કર્ણાટકના ગઠબંધનને કોઈ જોખમ નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments