કર્ણાટકમાં સત્તાનો જંગ મારામારી સુધી પહોંચ્યો, કોંગી નેતાઓમાં ઈનફાઈટથી એક હોસ્પિટલમાં

0
11

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચેની લડાઈ છૂટાહાથની મારામારી પર ઉતરી આવી છે. બેંગલુરુના જે રિસોર્ટમાં કોંગી ધારાસભ્યો રોકાયેલા છે. તેઓ અંદરો અંદર લડ્યા. જેમાં એક ધારાસભ્ય આનંદ સિંહને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. માનવામાં આવે છે કે ગત રાતે આનંદસિંહ અને જે.એન. ગણેશ વચ્ચે છુટ્ટાહાથની મારામીરી થઈ. જેમાં આનંદસિંહના માથે બોટલ મારવામાં આવી. જોકે કોંગ્રેસે આ દાવોને ફગાવ્યા છે.

કર્ણાટકના ભાજપના નેતાઓના મતે એક ધારાસભ્ય હોસ્પિટલમાં દાખલ છે. કર્ણાટક ભાજપે ટ્વીટ કરતા કહ્યું છે કે, કોંગ્રેસની અંદર બધુ યથાયોગ્ય ચાલી રહ્યું નથી. તેનાથી વધુ પૂરાવાની શી જરૂર છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરુની બહાર આવેલા રિસોર્ટ ઈગલટનમાં રાખવામાં આવ્યા છે. કોંગી ધારાસભ્યોને ભાજપથી દૂર રાખવા અને હોર્સ ટ્રેડિંગથી બચાવવા આ પગલુ લેવાયું છે. જોકે ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રસ આંતરિક લડાઈ લડી રહી છે. અને આરોપ ભાજપ પર લગાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here