Sunday, November 28, 2021
Homeકર્ણાટક : 56 એકરમાં બનશે પેટ્રોલ ડેપો, મોદીએ કહ્યું કે, આ આંકડો...
Array

કર્ણાટક : 56 એકરમાં બનશે પેટ્રોલ ડેપો, મોદીએ કહ્યું કે, આ આંકડો સાંભળતા જ કોંગ્રેસની ઉંઘ ઉડી જાય છે

બેંગલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તમિલનાડુની મુલાકાતે ગયા છે. મોદી સૈથી પહેલાં કર્ણાટકના કલબુર્ગીમાં પહોંચ્યા હતા. અહીં રાયચૂરના ભારત પેટ્રોલિયમ ડેપો અને બેંગલુરુના ઈએસઆઈસી મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જનસભામાં મોદીએ કહ્યું કે, આજે કર્ણાટક માટે રૂ. 1,000 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પહેલાં રાયચૂરમાં માત્ર અઢી એકર જમીનમાં પેટ્રલો ડેપો ફેલાયું હતું હવે તેનું 56 એકરથી વધારે જમીનમાં વિસ્તરણ થયું છે. 56 શબ્દ સાંભળતા જ કોંગ્રેસ વાળાઓની ઉંઘ ઉડી જાય છે.

રેલીમાં મોદીએ કહ્યું કે, ગઈ વખતે ચૂંટણી વખતે તમારી વચ્ચે આવ્યો હતો. ત્યારે તમને કહ્યું હતું કે, સામાન્ય જનતાના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રાખું. જ્યારથી તમે પ્રધાન સેવકને દાયિત્વ સોંપ્યું છે ત્યારથી કેન્દ્ર સરકાર કર્ણાટક માટે ઘણાં કામ કરી રહી છે. કોંગ્રેસે કલબુર્ગી સાથે જોડાયેલી ઘણી યોજનાઓને વર્ષો સુધી લટકાવીને રાખી હતી તેને અમારી સરકારે પૂરી કરી છે. કલબુર્ગી રેલ લાઈનને અમારી સરકારે સમર્પિત કરી છે. ઘણાં નેશનલ હાઈવેને મોટા કર્યા છે.

વોટ લઈને લોકોને ભૂલી જાય છે નેતા
  • મોદીએ કહ્યું, મેં ખેડૂત સન્માન નિધિનો પહેલો હપતો પણ આપી દીધો છે. તે 1.5 કરોડ ખેડૂતોને મળી પણ ગઈ છે. જેમને માત્ર રાજકારણ કરવું છે તેમનો ખેડૂતોનું ભલુ કરવાનો કોઈ ઈરાદો નથી. અમુક રાજ્ય સરકારોને લાગે છે કે, તેમની હાજરીમાં જો ખેડૂતોના ખાતામાં રૂ. 2,000 પહોંચી ગયા તો લોકો મોદી-મોદી કરવા લાગશે. અને તેથી કર્ણાટકની સરકાર અહીંની નજતા સાથે દગો કરીને તેમને આ યોજનાનો લાભ નથી આપતી.
  • કર્ણાટકના રિમોટ કંટ્રોલ મુખ્યમંત્રીએ હજી સુધી કેન્દ્ર સરકારને ખેડૂતોનું લિસ્ટ નથી મોકલ્યું. કર્ણાટકનો કોઈ પણ ખેડૂત આ ખેડૂત વિરોધી સરકારને ક્યારેય માફ નહીં કરે. હું તેમને કહેવા માંગુ છું કે, જો તેઓ ખેડૂતોના હિતમાં વચ્ચે દિવાલ બનીને ઉભા રહેશે તો ખેડૂતોને તે દિવાલ પાડી દેતા વાર નહીં લાગે. વંશવાદ કરતા લોકોની આ જ ઈચ્છા છે કે તેઓ ગરીબોના વોટ લઈ ગયા પછી તેમને ભૂલી જાય છે.
  • ધિરાણ માફ કરવાના નામ પર કર્ણાટક સરકારે વોટ માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ ખેડૂતોના દેવા માફ કરશે, પરંતુ તેમણે જનતાને મુરખ બનાવી છે. ખેડૂતો પર ઉલટો કેસ કરી દીધો, તેમને પોલીસો પાસે મોકલ્યા. આજ તેમની પદ્ધતિ છે. આવા ખેલાડીઓનો હિસાબ બરાબર કરી દેવાનો મોકો આવી ગયો છે. તે લોકો જ ખેડૂતો સુધી લાભ પહોંચવા દેતા નથી. આ તે લોકો એટલા માટે નથી કરતાં કારણ કે તેમાં વચેટિયાઓને કોઈ લાભ નથી મળતો.
પરિવારનું રાજકારણ કરતાં લોકોને નવી નીતિ પસંદ નથી આવતી- મોદી
  • મોદીએ કહ્યું, કેન્દ્ર સરકાર જો દિલ્હીથી એક રૂપિયો મોકલે છે તો 100 પૈસા સંપૂર્ણ રીતે ગરીબોના ખાતામાં જ જાય છે. કોઈ વચેટીયા તેમાં હક નથી માંગી શકતા. પહેલાંની સરકારે જે યોજના બનાવી હતી તે પ્રમાણે અંદાજે 8 કરોડ લોકો તો માત્ર કાગળ પર જ હતા. તેમનો જનમ જ નહતો થયો. તે લોકો સ્કૂલમાં સ્કોલરશીપ લેતા હતા, દિવ્યાંગ થઈ જતા હતા, સરકારી યોજનાઓનો ફાયદો લેતા હતા, પેન્શન લેતા હતા.
  • માત્ર પોતાના પરિવારની રાજનીતિ કરતાં નેતાઓને ભારતની નવી નીતિ પસંદ નથી આવી રહી. તેમના સ્વાર્થ સિદ્ધ થઈ શકે તે માટે તેઓ દેશની મજબૂત સરકારથી ડરે છે. આજે કર્ણાટકમાં મજબૂત સરકાર બની છે તો તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે.
  • કર્ણાટકનું કઈ ખરાબ થયું તો શું દેશનું ખરાબ થવું જોઈએ? તેથી હું તમને કહેવા આવ્યો છું કે, નાની ભૂલ કર્ણાટકનું ખૂબ વધારે નુકસાન કરી શકે છે. કોઈક વખત નાની ભૂલ પણ મોંઘી પડી જાય છે. તમે જોઈ શકો છો કે બહુમતીવાળી સરકાર કેવી મજબૂતીથી આગળ વધી શકે છે. પૂર્ણ ન હોત તો કર્ણાટક સરકારની જેમ ચાલતી. તે લોકો મોદીને હટાવવાની મહેનત કરી રહ્યા છે અને હું આતંકવાદ હટાવવા માટે મહેનત કરી રહ્યો છું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments