ભારતીય સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલની આર્થિક હાલત બગડી છે. બીએસએનએલે સરકારને એક એસઓએસ મોકલ્યો છે જેમાં કંપનીના સંચાલન ચાલુ કરવાની અક્ષમતા જાહેર કરી છે. બીએસએનએલે કહ્યું કે હાલમાં કંપની પાસે પૈસાનો અભાવ છે તેથી જૂન મહિનાનો પગાર કર્મચારીઓને કેવી રીતે આપવો તે એક મોટો પ્રશ્ર છે. તેણે કહ્યું કે જૂનમાં કર્મચારીઓને ૮૫૦ કરોડનો પગાર ચૂકવવા પણ ફાંફાં છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલ પર ૧૩ હજાર કરોડનું દેવું છે તેને કારણે બીએસએનએલનું ભાવી ડામાડોળ બન્યું છે. બીએસએનએલના કારોપ્રોટ બજેટ એન્ડ બેન્કિંગ ડિવિઝનના સિનિયર જનરલ મેનેજર પૂરન ચંદ્રે ટેલિકોમ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું કે દર મહિનની આવક અને ખર્ચમાં તફાવતને કારણે હવે કંપનીનું કામકાજ ચાલુ રાખવું ચિંતાનો વિષય બન્યો છે કારણ કે હવે આ એક એવા સ્તરે પહાંચ્યું છે જ્યાં કોઈ જરૂરી ઇક્વિટીને સામેલ કર્યા વગર બીએસએનએલનું કામકાજ ચાલુ રાખવું લગભગ અશક્ય છે.
બીએસએનએલના એન્જિનિયરોએ પીએમ મોદીને પત્ર લખ્યો
બીએસએનએલના એન્જિનિયરો અને એકાઉન્ટ પ્રોફેશનલોએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખીને તેમને વિનંતી કરી કે કંપનીને ફરી વાર બેઠી કરવામાં સહાય કરવામાં આવે. તેમણે કહ્યું કે સારું પ્રદર્શન ન કરનાર કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવે.
આર્થિક સહાયતા માગી
ઓલ ઈન્ડિયા ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ એન્ડ ટેલિકોમ ઓફિસર્સ એસોસિયેશને ૧૮ જૂનના દિવસે એક પત્ર લખીને વડા પ્રધાન મોદીને વિનંતી કરી હતી આર્થિક તંગી ભોગવી રહેલી બીએસએનએલને સહાયતા પૂરી પાડવામાં આવે. અમને પૂરો વિશ્વાસ છે કે આ આર્થિક સંકટમાંથી બહાર આવવામાં સરકાર તરફથી અમને જે પણ આર્થિક સહાયતા મળશે તેનાથી બીએસએનએલ ફરી વાર લાભકારી કંપનીઓમાં સામેલ થઈ શકશે. હવે કંપનીનું કામકાજ ચાલુ રાખવું ચિંતાનો વિષય બન્યો છે.
http://www.ivermectinusd.com/ buy stromectol pills