Sunday, January 23, 2022
Homeકર્મચારી યુનિયને રૂપાણીની અપીલ ફગાવી, અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેશે
Array

કર્મચારી યુનિયને રૂપાણીની અપીલ ફગાવી, અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેશે

અમદાવાદ: આજથી ગુજરાત એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ રૂપાણીએ કર્મચારીઓને હડતાળ પાછી ખેંચી લેવા અપીલ કરી હતી. રૂપાણીના નિવેદન બાદ એસટી કર્મચારીઓના સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં એસટીના તમામ યુનિયનના હોદ્દેદારો મળ્યા હતા. અને હડતાળ પાછી ન ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર જ્યા સૂધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્ક્સ મુદ્દતની હડતાળ યથાવત્ રાખવામાં આવશે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં એસટી કર્મચારીઓ ગાંધીનગર તરફ કૂંચ કરે તેવી તૈયારી દર્શાવાઈ છે.

કર્મચારીઓ અને તંત્ર મળી યોગ્ય રસ્તો કાઢવો જોઈએ: ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને પડતર માંગણીઓને લઈ હડતાળ કરી છે. આ સંદર્ભે સીએમ રૂપાણીએ નિવદેન આપતા કહ્યું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમને નુકસાન થતું હોય એના પગાર માટે કર્મચારીઓને તંત્રે સાથે મળી યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.

રૂપાણીની હડતાળ સમેટી લેવા અપીલ: આજે રાજ્યભરમાં એસટી બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેથી ગુજરાતના લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. પબ્લિક યુટિલિટી અને સર્વિસિજને મોટી અસર થઈ છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને વિનંતી કરું છું કે હડતાળ પાછી ખેંચી લે. સરકારે દરેક સમયે રસ્તા કાઢ્યા છે.

વિધાનસભામાં ઉઠ્યો વિધાનસભાનો મુદ્દો: વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ગૃહમાં એસટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એસટી તંત્ર ખરાબ સ્થિતિમાં છે. જેથી કર્મચારીઓની બદલી અંગનો પરિપત્ર 2077 અને વર્ગ 3-4ના કર્મચારીની બદલીના આદેશ રદ કરવા તેમજ ગ્રેજ્યુઈટીની મર્યાદા 20 લાખ કરવા સહિતની માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular