- Advertisement -
રાજ્યભરમાં આગામી તારીખ ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ થી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે વિવિધ શાળાઓ ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નું પુરતું માર્ગદર્શન મળી રહે એ હેતુથી વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં પણ ધોરણ ૧૦ અને ૧૨ નુ વિદાય સમારંભ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી લેબુજી ભુદરજી ઠાકોર અને પાદરડી ગામના સરપંચ મેંતુજી ચમનજી ઠાકોર તથા શાળાના આચાર્ય કંચનજી ઠાકોર તેમજ શાળા ના શિક્ષક ગણ હાજર રહ્યા હતા . આ કાર્યક્રમમાં પ્રમુખ અને શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ માર્ચ ૨૦૧૮ માં લેવાયેલ પરિક્ષા માં ધોરણ ૧૦ અને ૧૨ માં શાળા કક્ષા એ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક જોષી વિષ્ણુભાઈ અને પ્રજાપતિ શૈલેષભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.