Monday, October 25, 2021
Homeકાંકરેજ તાલુકાના પાદરડી ગામે બજરંગ બલી યજ્ઞોત્સવ અને સન્માન સમારોહ નું આયોજન...
Array

કાંકરેજ તાલુકાના પાદરડી ગામે બજરંગ બલી યજ્ઞોત્સવ અને સન્માન સમારોહ નું આયોજન કરાયું

આજ રોજ કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે બજરંગબલી યજ્ઞોત્સવ તથા વિશેષ સન્માન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું આ પ્રસંગે વિશેષ એવા  સન્માનીય એવા નાઈ  કલ્પેશભાઈ રત્નાભાઇ જેવો તાજેતર માં એન.એસ.જી (બ્લેક કટ કમાન્ડો) ની  સફળ તાલીમ પૂર્ણ કરેલ છે જેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ એક નાઈ સમાજ અને પાદરડી ગામનું ગૌરવ ગણવામાં આવે છે આ સન્માન કર્તા તરીકે કાંકરેજ નાઈ યુવા સંગઠન, દિયોદર નાઈયુવા સંગઠન તથા પાદરડી ગામના ગ્રામજનો તથા બજરંગ દળ દિયોદર તેમજ તમામ મિત્રો સહિત આગેવાનો એ સન્માન કર્યું હતું.આ પ્રસંગે પાદરડી ગામે રત્નાભાઈ ગોરધન ભાઈ ને ત્યાં  બજરંગ બલીયજ્ઞ  નું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞ નો પ્રારંભ સવાર ના ૯:૦૦ કલાકે કરવામાં આવ્યો હતો સાથો સાથ કાંકરેજ અને દિયોદર નાઈ યુવા સંગઠન દ્વારા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના લીંબચ સમાજ ના આગેવાનો,દિયોદર નાઈ યુવા સંગઠન, કાંકરેજ નાઈ યુવા સંગઠન અને પાદરડી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સફળ બનાવ્યું આ કાર્યક્રમ માં શિવમ ડાભી હાજર રહ્યા હતા..કાર્યક્રમ માં સહુ સાથે ભોજન પ્રસાદ પણ લીધો હતો..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments