કાકાએ છરીની અણીએ પરિણીતા સાથે કર્યુ એવું કે કિસ્સો બન્યો ટૉક ઑફ ધ ટાઉન

0
28

બનાસકાંઠાના મલુપુરમાં અપહરણ બાદ દુષ્કર્મની ફરિયાદ થઇ છે. કુટુંબી કાકા પર અપહરણ અને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે છરીની અણીએ પરીણિતાનું અપહરણ કર્યુ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. અપહરણ બાદ એક મહિના સુધી દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ છે.

યુવતીના ભાઈ અને પરીણિતાના પતિને મારી નાખવાની ધમકી આપી છે. મહિના અગાઉ કાકાએ ધમકી આપી બાઇક પર અપહરણ કર્યુ હોવાની ફરિયાદ છે. જન્મદિવસની મિઠાઇમાં તંત્ર-મંત્ર કરી પરીણિતાને વશમાં કરી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. મહિના બાદ પરીણિતાના ભાઇએ બેનને શોધી અને કાકાને પોલીસને હવાલે કર્યો હતો. મલુપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે.

આ મામલે મળતી જાણકારી મુજબ, બનાસકાંઠાના મલુપુરમાં અપહરણ બાદ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. બાબત જાણે એમ હતી કે, કુંટુબી કાકાએ જ પરીણિતાનું અપહરણ કરીને તેની સાથે છરીને અણીએ દુષ્કર્મ આચર્યું હતું.

આ સાથે જ દુષ્કર્મ આચરનારે યુવતીના ભાઇને તથા પતિને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી અને સતત એક માસ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. જો કે, એક માસ બાદ પરિણીતાના ભાઇએ બહેનને શોધી હતી અને તેની પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ ઘટના અંગેની ફરિયાદ યુવતીના પરિવારજનોએ મલુપુર પોલીસમથકે નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને યુવતીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરીને દુષ્કર્મ આચરનાર કાકાની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here