Saturday, September 25, 2021
Homeકાચી કેરીના ફાયદા જાણીને થશે આશ્ચર્ય, તમામ બિમારીઓ ઝટથી કરી દેશે દૂર
Array

કાચી કેરીના ફાયદા જાણીને થશે આશ્ચર્ય, તમામ બિમારીઓ ઝટથી કરી દેશે દૂર

ઉનાળો એટલી કેરીની સિઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે. પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઇશું જેણે જાણ્યા પછી તમે પણ કાચી કેરી ખાતા થઇ જશો..

– એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓ દૂર કરી શકાય. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી. વાંચો કારી કેરીના બીજા અજાણ્યા ફાયદા…

– કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખૂબ ઓછા માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહિવત્ થઇ જાય છે.

– જેમને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઇએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનને કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.

 

– કાચી કેરીથી લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો એક કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડાના થતા સંક્રમણને પણ દૂર કરે છે.

– કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં દાંત સાફ થાય છે. કાચી કેરીના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.

– કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે.

– કાચી કેરીમાં વિટામિન C વધુ હોવાથી લોહીની વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દૂર કરી શકાય છે.કાચી કેરીમાં રહેલા વિટામિન Cથી લોહીની કોષિકાઓમાં સ્થિતિસ્થાપકતા આવે છે અને નવી કોષિકાઓ બનવામાં પણ મદદ મળે છે.

– ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે. સાથે જ ગરમીના કારણે શરીર થતી અળાઇને પણ દૂર કરે છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરિક ઠંડક આપે છે. જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments