અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકીઓએ મોર્ટારથી ભીડ પર હુમલો કર્યો હતો. કાબુલમાં થયેલો હુમલો પીડી13માં થયો હતો. જ્યાં અબ્દુલ અલી મઝારીની 24મી પુણ્યતિથિનો સમારોહ ચાલી રહ્યો હતો. ઘણી મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા ભીડ પર ફાયરિંગ કરી અને બાદમાં મોર્ટાર ફેંકવામાં આવ્યા.
આ સમારોહમાં રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ સહિતના ઘણા રાજનેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત હતા. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અબ્દુલ લતીફ પેડ્રમ આ જીવલેણ હુમલામાં ઘાયલ થઈ ગયા છે. આ સાથે જ પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હનીફ અત્તારના 8 બોડીગાર્ડ ઘાયલ થયા છે.
Pajhwok Afghan News: Firing heard after three blasts in #Kabul PD13 where a big political gathering was underway #Afghanistan pic.twitter.com/JnhUBCGbUY
— ANI (@ANI) March 7, 2019
જાણકારી પ્રમાણે જ્યારે હુમલો થયો ત્યારે મોકા પર સિક્યોરીટી પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો. આ સિવાય ઘાયલોને નજીકના હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવ્યા હતા. આંતરીક મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે, કાબુલના પીડી13ના એક સમારોહમાં એક ઘરથી ચાર મોર્ટાર ફેંકવામાં આવ્યા હતા. સાર્વજનિક સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે, શરૂઆતી રિપોર્ટ મુજબ હુમલામાં કમ સે કમ 14 લોકો ઘાયલ થયા છે. સુરક્ષાકર્મીઓ ઘાયલોને કાબુલની પીડી13 હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે.