કામરેજમાં ડ્રોન સર્વેમાં રેતી ખનનમાં પકડાયેલી ટ્રક આધારે ગુનો નોંધાયો

0
6

સુરતઃ  ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા બે મબિનામાં ઘલા અને માછી ગામમાં ડ્રોન દ્વારા સર્વે કરતા બંને જગ્યા પર ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ થતી હોવાનું ધ્યાને આવ્યું હતું. બંને જગ્યાએ રેતી ચોરો હાથ ન લાગતા અંતે ભૂસ્તર વિભાગે ટ્રક નંબરના આધારે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

ભૂસ્તર વિભાગે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતી ખનની પ્રવૃતિઓને રોકવા ડ્રોનથી સર્વે શરૂ કર્યો છે. કામરેજના ઘલા ગામમાં ડ્રોનથી બેવાર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 10 નાવડી અને 1 ટ્રક કેમેરામાં કેદ થઈ હતી. આ ટ્રકમાં ગેરકાયદે રેતીનો જથ્થો જોવા મળ્યો હતો. પરંતુ જેતે સમયે ભૂસ્તર વિભાગના હાથમાં એક પણ રેતી ચોર ઝડપાયો નહતો. ત્યારબાદ કામરેજના માછીમાં પણ ડ્રોનથી સર્વે કરતા 12 નાવડી, 12 ટ્રક અને બે હિટાચી નશીન ગેરકાયદે ખનન કરતા કેમેરામાં કેજ થયા હતા. જોકે, એક પણ રેતી ચોર ઝડપાયો ન હતો. અંતે ભૂસ્તર વિભાગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી ડ્રોન કેમેરામાં કેદ થયેલા વીડિયો અને ફોટો આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here