Tuesday, December 7, 2021
Homeકામરેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત નિપજ્યું
Array

કામરેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત નિપજ્યું

સુરત: કામરેજ નજીક બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. જેથી યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

કામરેજમાં અકસ્માતમાં હોસ્પિટલમાં મૃત જાહેર કરાયેલા યુવાનની જાણ થતા પોલીસ પહોંચી હતી. જેમાં યુવાનના શરીર પર દારૂની ખાલી બોટલો બાંધેલી મળી આવી હતી. જેથી પોલીસે યુવાન દારૂનો ખેપીયો હોવાની શંકાના આધારે યુવાનની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. અને યુવાન ક્યાંથી દારૂ લઈને આવતો હતો અને ક્યાં જતો હતો તેનો તપાસ કરી રહી છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments