કારગિલના આ હીરોની બાયોપિકમાં કામ કરશે સિદ્ધાર્થ મલ્હોત્રા

0
18

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલના સમયમાં બાયોપિકનો જમાનો આવ્યો છે. ગયા ધણા વર્ષોમાં ધણા દિગ્ગજોને લઈને બોયાપિર ફિલ્મો બની. બોલીવુડમાં ‘ઠાકરે’ અને ‘કેસરી’ જેવી બાયોપિક રિલીઝ થવા જઈ રહી છે. હવે હાલમાં જ આ લિસ્ટમાં વધુ એક નામનો સમાવેશ થવા જઈ રહ્યો છે. સૂત્રોની વાત માનવામાં આવે તો એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં જ ધર્મા પ્રોડક્શનમાં બનવા જઈ રહેલી બાયોપિકમાં જોવા મળશે.

આ સિદ્ધાર્થના કરિયરની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ વિક્રમ બત્રાની ભુમિકામાં જોવા મળશે.

એક ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થએ જણાવ્યું કે તે ‘જબરિયા જોડી’ બાદ હવે વિક્રમ બત્રા બાયોપિક શરૂ કરવા જઈ રહ્યા છે. જેના માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ફિલ્મની શૂટિંગ વર્ષ 2019માં પુરી કરી દેવામાં આવશે. અને તેને 2020માં રિલીઝ કરવામાં આવશે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આ દિવસોમાં ફિલ્મ ‘જબરિયા જોડી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપરા છે. આ ફિલ્મ બિહારની પ્રસિદ્ધ ‘પકડવા વિવાહ’ની પ્રથા પર બનાવા જઈ રહી છે. જેનુ પહેલુ ટાઈટલ ‘શોટગન શાદી’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મમાં પરિણીતી અને સિદ્ધાર્થ ઉપરાંત અપારશક્તિ ખુરાના પણ છે. ફિલ્મ 17 મે 2019એ રિલીઝ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here