કારના સેફ્ટી ફીચર્સથી લેસ છે Suzuki નું આ બાઇક, લેહ-લદાખ પણ ફરી શકશો

0
57

જાપાનની જાણીતી ઓટોમોબાઇલ કંપની સુઝુરીએ ભારતમાં 2019 મોડલ સુઝુકી વી સ્ટ્રોમ 650 એક્સચી એબીએસ બાઇક લોન્ચ કર્યું છે. સુઝુકીના આ એડવેન્ચર બાઇકમાં ઘણા શાનદાર ફેરફાર કરવામાં આવ્યા છે.

એન્જીન અને પાવરની વાત કરવામાં આવે તો સુઝીકી વી સ્ટ્રોમ 650 એક્સટી એબીએસ બાઇકમાં 645 સીસીનું વી ટ્વિન એન્જીન આપવામાં આવ્યું છે જે 70 એચપી પાવર અને 68 ન્યૂટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે. 6 સ્પીડ ટ્રાન્સમીશનથી લેસ એન્જીન ખૂબ વધારે દમદાર છે. આ બાઇકમાં યૂબરો 4 માપદંડ વાળુ એન્જીન આપવામાં આવ્યું છે.

સુઝુકી મોટર ઇન્ડિયાએ જણાવ્યું કે સુઝુકી વી સ્ટ્રોમ 650એક્સટીના 2019 મોડલમાં ઘણા એકસ્ટ્રા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીને પહેલા વાળા મોડલના લોન્ચિંગથી સારો રિસપોન્સ મળ્યો હતો, ત્યારબાદ આ બાઇકમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે, કંપનીને આશા છે કે આ પ્રકારની સફળતા મળતી રહેશે.નવી સુઝુકી વી સ્ટ્રોમ 650 એક્સટી એબીએસ ફ્યૂલ ઇન્જેક્શન ટેકનોલોજીથી લેસ છે જે વધારે પાવરથી ચાલશે.

સુઝુકી વી સ્ટ્રોમ 650 એક્સટી એબીએસમાં 19 ઇંચનું ફ્રંટ વ્હીલ અને 17 ઇંચનું રિયર વ્હીલ આપવામાં આવ્યું છે. આ બાઇકનું કુલ વજન 216 કિલો છે. આ બાઇકમાં 20 લીટરની ક્ષમતા વાળી ફ્યૂલ ટેંક પણ આપવામાં આવી છે. સુઝુકી વી સ્ટ્રોમ 650 એક્સટીમાં 3 હાઇટ એડજેસ્ટબલ વિન્ડસ્ક્રીન અને સુઝુકીનું ઇઝી સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

કિંમતની વાત કરવામાં આવે તો આ બાઇકની એક્સ શોરૂમ કિંમત લગભગ 7.46 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. નવા મોડલની કિંમતમાં ઘણા ફેરફારો બાદ પણ ખાસ વધારો કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here