Tuesday, September 28, 2021
Homeકાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ 2020માં વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ...
Array

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ 2020માં વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્ક: કાર્તિક આર્યન અને સારા અલી ખાનની નેક્સ્ટ ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. ફિલ્મનું ટાઇટલ હજુ ફિક્સ થયું નથી. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2020માં 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં સારા અને કાર્તિક પહેલીવાર ઓન સ્ક્રીન સાથે જોવા મળશે. ઉપરાંત આ ડ્યુઓનું ઈમ્તિયાઝ અલી સાથેનું પણ પહેલું કોલાબરેશન છે. આ ફિલ્મમાં સારા અને કાર્તિક સાથે રણદીપ હૂડા પણ સામેલ છે. ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે.

‘લવ આજ કલ’ની સિક્વલ?

આ પ્રોજેક્ટ ‘લવ આજ કલ’ની સિક્વલ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે સારા અને કાર્તિકે ફોટો શેર કર્યો એમાં ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું નથી. ઓરિજિનલ મૂવી ‘લવ આજ કલ’માં દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન લીડ રોલમાં હતા. સારા અને કાર્તિકે ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરી દીધું છે. ‘હાઇવે’ ફિલ્મ બાદ રણદીપ હૂડાની ઈમ્તિયાઝ સાથેની આ બીજી ફિલ્મ હશે.

https://www.instagram.com/p/BvPD4X0hr9a/?utm_source=ig_embed

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments