કાર્યકાળના પાંચ વર્ષમાં પહેલી વખત પ્રધાનમંત્રી અયોધ્યાની મુલાકાત લઈ શકે છે

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મેના રોજ અયોધ્યાની મુલાકાત લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી પાંચ વર્ષમાં પહેલીવાર અયોધ્યાની મુલાકાતે જવાની તૈયારી કરી રહ્યા છે. પીએમ મોદી અયોધ્યામાં જનસભાને પણ સંબોધિત કરી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી સાધુ-સંતો પીએમ મોદીની અયોધ્યા મુલાકાતની માગ પણ કરી રહ્યા છે. પરંતુ પાંચ વર્ષમાં પહેલીવાર એવુ બની રહ્યુ છે કે, પીએમ મોદી રામનગરીની મુલાકાતે આવી રહ્યા છે.

અયોધ્યામાં 6 મેના રોજ મતદાન થવાનુ છે. મતદાન પહેલા પીએમ મોદી અહી ચૂંટણી સભા સંબોધશે. મહત્વનુ છે કે યોગી સરકારે પાછલા બે વરસમાં અયોધ્યાને ઘણુ મહત્વ આપ્યુ છે. યોગી અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરતા આવ્યા છે. ગત દીવાળીમાં સાઉથ કોરિયાના પ્રથમ મહિલા નાગરીક પણ અયોધ્યાના મહેમાન બન્યાહતા. અહી ભગવાન રામની વિશાળ પ્રતિમા પણ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here