Friday, December 3, 2021
Homeકાર કંપની Renaultના ચેરમેન પદેથી કારલોસ ઘોષનનું રાજીનામું
Array

કાર કંપની Renaultના ચેરમેન પદેથી કારલોસ ઘોષનનું રાજીનામું

પેરિસઃ કારલોસ ઘોષને જાણીતી કાર કંપની રેનોલ્ટના ચીફ એક્ઝિક્યુટિવ અને ચેરમેને પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગેની માહિતી ફ્રેન્ચ સરકારે આપી છે. પેરિસ ખાતે કંપનીની બોર્ડ મિટિંગ થયા બાદ કારલોસના અનુગામીની જાહેરાત કરવામાં આવશે.

ફ્રેન્ચ સરકાર 15 ટકા હિસ્સો કાર કંપનીમાં ધરાવે છે

  • દાવોસમાં એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમા ફ્રેન્ચ ફાઈનાન્સ મિનિસ્ટર બ્રુન્ટો લી મેરીએ જણાવ્યું હતું કે ગત રાતે જ કોરલેસેે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે જાપાનની જાણીતી કાર કંપની નિશાનમાં નાણાંકીય ગેરીરીતીઓ કરવાના કેસમાં હાલ ઘોષ ટોકિયોની જેલમાં છે.
  • રેનોલ્ટ અને તેના સૌથી વધુ શેરહોલ્ડર એવા ફ્રેન્ચ સ્ટેટેને ઘોષન સામે તપાસ કરવાની બાકી હોવાથી અને તેમની સામે કોઈ નકર પૂરાવા મળ્યા ન હોવાને કારણે ઘોષનને હટાવવામાં આવ્યો ન હતો. આ સિવાય રેનોલ્ટ ઘોષન સામે કોર્ટનું જર્જમેન્ટ આવતા પહેલા કોઈ પણ પગલ લેવા માંગતી ન હતી.જોકે નિશાને ઘોષનને નવેમ્બરમાં જયારે તેની ધરપકડ થઈ ત્યારે જ હટાવી દીધો હતો.
  • ઘોષનની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ફ્રેન્ચ સરકાર કે જે 15 ટકા હિસ્સો કાર કંપનીમાં ધરાવે છે, તેણે ઘોષનને હટાવવા અંગેનો નિર્ણય કર્યો હતો. આ પાછળનું કારણ એ પણ હતું કે તે અગામી મહિનામાં તે કાર કંપનીને સંભાળવા માટે પાછા આવે તે બાબત શકય નથી.
  • રેનોલ્ટ મિશેલીન બેસ જેન-ડોમેનેક્યુ સેન્ડર્ડને ચેરમેન અને થેરી બોલોરીને ચીફ  એક્ઝીક્યુટિવ તરીકે નિમણૂંક કરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે બંને વ્યક્તિઓ જાપાનમાં ધોષનની ધરપકડ નવેમ્બરમાં થઈ ત્યારથી કંપનીના આ પદની જવાબદારી સંભાળીરહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments