Tuesday, December 7, 2021
Homeકાલાવડમાં લગ્નની બીજી વર્ષગાંઠના દિવસે જ પત્નીએ આર્મીમેન પતિ વિરૂદ્ધ ત્રાસ આપતો...
Array

કાલાવડમાં લગ્નની બીજી વર્ષગાંઠના દિવસે જ પત્નીએ આર્મીમેન પતિ વિરૂદ્ધ ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી

જામગનર:કાલાવડ પંથકના લશ્કરી અને અર્ધ-લશ્કરી દળમાં ફરજ બજાવતા દંપતિ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. SSBમાં ફરજ બજાવતી પત્નીને આર્મીમાં ફરજ બજાવતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને કહ્યું છે કે તેનો પતિ તેને ત્રાસ આપતો હતો અને લગ્નનો ખર્ચ માવતરથી લઈ આવવા માટે દબાણ કરતો હતો. જેમાં તેની સાસુનો પણ ફાળો હોવાની વાતનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે.

પત્નીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી

ઘટનાની વિગત અનુસાર કાલાવડ તાલુકાના વાવડી ગામે રહેતી અને સીમા સુરક્ષા દળમાં ફરજ બતાવતી સોનલ બગડા એ 2 વર્ષ પહેલા આર્મી ફરજ બજાવતા વાવડીના હરેશ બગડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં એક મહિના પછી જ હરેશ ભાઈ એ સોનલને ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું અને લગ્નનો ખર્ચ માવતર પાસે લઈ આવવા માટે દબાણ કરતો હતો. આ સાથે જે સોનલબેનના સાસુ પણ તેને આ પ્રકારનું દબાણ કરતાં હતાં. જેથી કંટાળીને સોનલબેને પોલીસ  ફરિયાદ નોંધાવી હતી.
સાસુ પણ ત્રાસ આપતાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
હાલ પોલીસે આર્મીમેન પતિ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ મધ્યપ્રદેશમાં ફરજ બજાવતો હતો. ત્યાંથી તેની બદલી જમ્મુ-કશ્મીરમાં કરી દેવામાં આવી છે. જો કે છેલ્લા ઘણાં સમય થી હરેશ વાવડીમાં રહેતો હતો. સૌથી મોટી વાત એ છે કે 2 વર્ષ પહેલા આજ દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ બંને લગ્નગ્રંથી થી જોડાયા હતાં અને આજે 2 વર્ષ બાદ એ જ દિવસે પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments