Sunday, January 23, 2022
Homeકાલે મમતાની રેલીમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રાહુલે કહ્યું- અમે તમારી સાથે છીએ
Array

કાલે મમતાની રેલીમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રાહુલે કહ્યું- અમે તમારી સાથે છીએ

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં તેમની તાકાત બતાવવા 19 જાન્યુઆરીએ એક રેલી કરવાના છે. સમગ્ર દેશમાં વિપક્ષી દળોના નેતાઓને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્ર લખીને મમતાને સમર્થન આપ્યું છે.

વિપક્ષની એકતા દર્શાવવા માટે સમર્થન- રાહુલ

રાહુલે પત્રમાં લખ્યું છે કે, સમગ્ર વિપક્ષ એક છે. હું મમતા દીને વિપક્ષની એકતા દર્શાવવા માટે સમર્થન આપુ છું. આશા છે કે, અમે બધા એક જૂથ ભારતનો શક્તિશાળી સંદેશો આપીશું. રાહુલે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું, સમગ્ર વિપક્ષ એકજૂથ છે. અમારું માનવું છે કે, સાચો રાષ્ટ્રવાદ અને વિકાસ જ લોકતંત્ર, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાના પિલરને બચાવી શકે છે. જેને ભાજપ અને મોદી બરબાદ કરવા માગે છે.

રાહુલ-સોનિયા અને માયાવતી રેલીમાં ભાગ નહીં લે

રાહુલ ગાંધી અને સોનિયા મમતાની આ રેલીમાં સામેલ થવાના નથી. જોકે કોંગ્રેસ તરફથી લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમાં સામેલ થઈ શકે છે. બસપા પ્રમુખ માયાવતી પણ આ રેલીમાં ભાગ લેવાના નથી. તેમની જગ્યાએ પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ સતીશ મિશ્રા સામેલ થશે.

20થી વધારે પક્ષના નેતા સામેલ થવાની શક્યતા

કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભાજપ વિરુદ્ધ થનારી આ રેલીમાં 20થી વધારે દળના નેતા સામેલ થઈ શકે છે. મમતા બેનરજીએ આ રેલીને ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં ‘મોતની દસ્તક’ ગણાવી છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનું માનવું છે કે, આ રેલી મમતાને એક એવા નેતા તરીકે રજૂ કરવા માટે છે જે લોકસભા ચૂંટણી પછી ભાજપ વિરુદ્ધ દરેક પક્ષના નેતાઓને એક સાથે લાવશે.

મમતાએ ગુરુવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓની ભૂમિકા ખૂબ મહત્વની છે. આ ‘એકજૂથ ભારત રેલી’ ભાજપના કુશાસન વિરુદ્ધ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 125 સીટથી આગળ વધી શકી નહતી. સ્થાનિક પાર્ટીઓનું પ્રદર્શન ભાજપથી સારુ છે. લોકસભા ચૂંટણી પછી આ પાર્ટીઓ નિર્ણાયક સાબીત થશે.

આમને મળ્યું રેલીમાં આવવાનું આમંત્રણ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી, આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા, સપા પ્રમુખ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, દ્રુમક નેતા એમકે સ્ટાલિન, ભાજપા સાંસદ શત્રુઘ્ન સિન્હાને રેલીમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સિવાય બસપા મહાસચિવ સતીશ મિશ્રા, NCP પ્રમુખ શરદ પવાર, રાષ્ટ્રીય લોકદળના અજીત સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશંવત સિન્હા, અરુણ શૌરી, પાટીદાર નેતા હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, ઝારખંડ વિકાસ મોર્ચાના બાબૂલાલ મરાંડી પણ આ રેલીમાં સામેલ થાય તેવી શક્યતા છે. ભાજપમાંથી રાજીનામું આપનાર અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગેગાંગ અપાંગે પણ આ રેલીમાં ભાગ લે તેવી શક્યતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular