Tuesday, September 28, 2021
Homeકાલોલ : દરખાની પ્રાથમિક શાળામાં 40થી વધુ બાળકોને થઈ ઝેરી કેમિકલની અસર
Array

કાલોલ : દરખાની પ્રાથમિક શાળામાં 40થી વધુ બાળકોને થઈ ઝેરી કેમિકલની અસર

પંચમહાલની કાલોલ પ્રાથમિક શાળાના 40 ઉપરાંત વિધાર્થીઓને ઝેરી કેમિકલની અસર થઇ છે. અસરગ્રસ્ત તમામ બાળકોને હાલમાં સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. કાલોલ તાલુકાના નાદરખા પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટના પાછળ કુશા કેમિકલ કંપનીનો દોષ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે સ્થાનિકોના આક્ષેપ મુજબ કુશા કેમિકલ કંપનીએ ઝેરી કેમિકલ છોડ્યુ જેના કારણે બાળકોને ઝેરી અસર પહોંચી છે.

હાલમાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કંપની સામે કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments