Wednesday, September 22, 2021
Homeકાશી બનાવશે કિંગ? પોતાના ગઢમાં PM મોદીનો 7 કિ.મી લાંબો મૅગા શો
Array

કાશી બનાવશે કિંગ? પોતાના ગઢમાં PM મોદીનો 7 કિ.મી લાંબો મૅગા શો

PM મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શો યોજાયો છે. નામાંકન પહેલા રોડ શો દ્વારા પ્રચંડ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. BHU ગેટથી PM મોદીનો વારાણસીમાં 10 કિમી લાંબો રોડ શો યોજાઇ રહ્યો છે. રોડ શો બાદ PM મોદી ગંગા આરતી કરવાના છે. આવતીકાલે PM મોદી ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન અનેક રાજ્યોના CM હાજર રહેશે. નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત રહેશે. 101 સ્થળ પર PM મોદીના સ્વાગત માટે વ્યવસ્થા કરાઇ છે.

કાશીના રોડ રસ્તા પર લોકો ઉમટ્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ છે. કાશીના રોડ પર આ સમયે લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદી એક ગાડી પર સવાર થઇને રોડ શો કરી રહ્યા છે, તેમની પાછળ એક ટ્રકમાં સીએમ યોગી આદિત્યનાથ સિવાય ભાજપના મોટા નેતા પણ સામેલ છે.

પૂર્વાંચલની રાજનીતિનું કેન્દ્ર કહેવાતું વારાણસી લોકસભા ક્ષેત્રની રાજનીતિ ખૂબ જ રસપ્રદ છે. એક સમયે કોંગ્રેસની અસરવાળી આ પ્રમુખ સીટોંમાંની એક વારાણસી લોકસભા પર વીતેલાં 10 વર્ષથી સતત ભાજપનો કબ્જો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં ઉમેદવારી નોંધાવતા પહેલાં આજે એક ભવ્ય રોડ શો સાથે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું કે જેમાં લાખો જનમેદની ઉમટી અને સીએમ યોગી આદિત્યનાથ સિવાય ભાજપનાં દિગ્ગજ નેતાઓ શામેલ થયાં.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની હાઈ પ્રોફાઈલ સીટ પર આખરે હવે સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળો ખતમ થઇ ગઇ છે. કોંગ્રેસે અહીંથી ફરી વાર અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે 2014માં પણ મોદી વિરૂદ્ધ કોંગ્રેસ દ્વારા આ સીટ પરથી અજય રાય લડી ચૂક્યાં હતાં અને તેઓ ત્રીજા નંબર પર રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments