કાશ્મીરનાં કુલગામમાં 2 આતંકીઓ ઠાર, સેના-આંતકીઓ વચ્ચે અથડામણ યથાવત

0
41

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરનાં કુલગામ જિલ્લામાં આંતકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચેની અથડામણમાં 2 આંતકીઓને ઠાર મરાયા છે. કેલ્લમ ગામમાં સંતાયેલા આતંકીઓને સેનાના જવાનોને ચારેય બાજુથી ઘેરી રાખ્યા હતા. બન્ને બાજુએથી ફાયરિંગ ચાલુ છે. આંતકીઓ આ ગામમાં ક્યારે ઘૂસ્યા તે અંગેની જાણકારી હજૂ મળી નથી. આ પહેલાં 1લી ફેબ્રુઆરીએ પુલવામાનાં એક ગામમાં સુરક્ષાબળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનાં બે આંતકવાદીઓ ઠાર થયા હતા.

ગત રાતે કેલ્લમ ગામમાં બાતમીને આધારે સેનાનાં જવાનોએ આખા ગામને ચારેય બાજુથી ઘેરી લઈ તપાસ અભિયાન શરુ કર્યુ હતુ. આ અભિયાનથી ગભરાયેલા આંતકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાનાં જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. હાલ બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે.મળતી માહિતી પ્રમાણે ગામમાં 3-4 આંતકીઓ છુપાયા છે જેમાંથી સેનાનાં જવાનોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.

પુલવામામાં બુધવારે પણ સુરક્ષાબળ અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઉત્તર વિસ્તારનાં ચકુરા ગામમાં આંતકીઓની હાજરી અંગેની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોનાં જવાનોએ ચારેય બાજુથી આતંકીઓને ઘેરી લીધા હતા. એક પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, જેવા જ આંતકીઓને ઘેરીને જવાનોએ સુરક્ષા મજબૂત બનાવી તેવાં જ આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ બન્ને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here