Sunday, October 24, 2021
Homeકાશ્મીરના બડગામમાં વાયુસેનાનું MIG વિમાન ક્રેશ, બંને પાયલટ શહીદ; ક્રેશનું કારણ જાણવાના...
Array

કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું MIG વિમાન ક્રેશ, બંને પાયલટ શહીદ; ક્રેશનું કારણ જાણવાના પ્રયાસ શરૂ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક MIG ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં જઈને પડ્યું જેમાં આગ લાગી ગઈ છે. દુર્ઘટના કયા કારણસર થઈ તે અંગે હજુ માહિતી મળી નથી. દુર્ઘટનામાં બંને પાયલટના શહીદ થઈ ગયાં છે. આ વિમાને શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. આ વિમાન ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. અહિં જાણ કરવાની કે છેલ્લાં 20 દિવસમાં ભારતના 5 વિમાન ક્રેશ થયાં છે.

આ પહેલાં રાજસ્થાનમાં MIG ક્રેશ થયું હતું: બડગામની પહેલાં રાજસ્થાનના પોખરણમાં MIG-27 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. તે સમયે આ વિમાન પ્રશિક્ષણ ઉડાન પર હતું અને જૈસલમેરથી ઉડ્યું હતું. જો કે તે દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments