Tuesday, December 7, 2021
Homeકાશ્મીરના બડગામ જિલ્લામાંથી આતંકવાદીઓએ કર્યું એક જવાનનું અપહરણ
Array

કાશ્મીરના બડગામ જિલ્લામાંથી આતંકવાદીઓએ કર્યું એક જવાનનું અપહરણ

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવાર મોડી સાંજે આતંકવાદીઓએ એક જવાનનું અપહરણ કરી લીધું હતુ જોકે, બાદમાં આતંકવાદીઓએ આ જવાનને મુક્ત કર્યો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણ જવાનનુ અપહરણ કરવામાં આવ્યુ હોવાના અહેવાલમાં કોઈપણ પ્રકારનું તથ્ય નથી. અપહરણ કરવામાં આવેલો આ જવાન રજા પર ઘરે આવ્યો હતો.

બડગામ જિલ્લાના ચાડૂરા વિસ્તારના કાજીરોપા ગામમાંથી આતંકવાદીઓએ રજા પર આવેલા જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીના જવાન મોહમ્મદ યાસીનનું અપહરણ કરી લીધુ હતુ. સૂત્રો મુજબ આતંકવાદીઓએ આ જવાનને તેના ઘરેથી ઉઠાવીને લઇ ગયા હતા.

પરિવારના લોકોએ વિરોધ કર્યો પરંતુ આતંકવાદીઓ અટક્યા નહીં. આતંકીઓના ગયા બાદ પરિવારજનોએ પોલીસને સૂચના આપી હતી. આ ઘટના બાદ સેના, સીઆરપીએફ તથા પોલીસએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments