Tuesday, September 21, 2021
Homeકાશ્મીરમાં કોંગ્રેસ - નેશનલ કોન્ફરન્સ નું ગઠબંધન , શ્રીનગર થી ચૂંટણી લડશે...
Array

કાશ્મીરમાં કોંગ્રેસ – નેશનલ કોન્ફરન્સ નું ગઠબંધન , શ્રીનગર થી ચૂંટણી લડશે ફારુખ

શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાએ બુધવારે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. અબ્દુલ્લાએ જણાવ્યું કે, જમ્મુ અને ઉધમપુરમાં કોંગ્રેસના ઉમેદવારોને ઉતારશે. શ્રીનગરથી તેઓ પોતે ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું કે, અનંતનાગ અને બારામૂલામાં બન્ને પાર્ટીઓ તેમના ઉમેદવારો ઉતારશે. અહીં બન્ને વચ્ચે બરાબરીનો મુકાબલો થશે. બીજી બાજુ લદાખ બેઠક માટે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, અનંતનાગ અને બારામૂલામાં અમારી સાથે કોઈ ગળા કાપ સ્પર્ધા નહી યોજાય. આ બેઠકો પર કોંગ્રેસ જીતે કે નેશનલ કોન્ફરન્સ આ બન્ને દળો માટે જીતની સ્થિતી હશે.

સપા અને બસપા મહારાષ્ટ્રની 48 બેઠકો પર મળીને ચૂંટણી લડશે. બસપા નેતા અશોક સિદ્ધાર્થ અને સપાના મહારાષ્ટ્ર પ્રમુખ અબુ આઝમીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી. કોણે કઈ બેઠક મળશે તે માટે 6 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આઝમી કહ્યું કે, તે આવનારી લોકસભા ચૂંટણી નહી લડે. મુસ્લીમ ઉમેદવારોને હિન્દુઓના વોટ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત બસપા સાંસદ અશોક સિદ્ધાર્થે કહ્યું કે, કોંગ્રેસના મુસ્લીમો, દલિતો અને પછાત વર્ગ માટે બનાવવામાં આવેલી નીતિઓ ફક્ત કાગળ પર જ રહી ગઈ છે. જેના પર કોઈપણ પ્રકારે કામ કરવામાં આવ્યુ નથી.

તેલંગાણા કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ડીકે અરુણા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે, ચંદ્રશેખર રાવના સત્તામાં આવવાના ઘણાં કારણો છે. આજે આશા જ ન રાખી શકાય કે કોંગ્રેસ તેલંગાણાની સત્તામાં આવશે. હું ભાજપમાં લોકોની માગોને પુરી કરવા માટે જોડાઈ છું. લોકો પણ ઈચ્છે છે કે ભાજપ ફરી સત્તામાં આવે.

લોકસભા ચૂંટણી પહેલા TDPના સાંસદ નાગેશ્વર રાવે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. નાગેશ્વર રાવ ખમ્મમથી સાંસદ છે. TDP પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને લખેલા પત્રમાં નાગેશ્વરે કહ્યું કે, પાર્ટી તેલંગાણાના અસ્તિત્વ પર જે સવાલો ઉઠાવે છે તે એકદમ ખોટું છે.

PDPના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની સંભાવનાઓનો ઈન્કાર કર્યો છે. તેમને કહ્યું કે, તેમની પાર્ટી તમામ 6 લોકસભાની બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ સાથે અમારી કોઈ ચર્ચા થઈ નથી.

બિહારમાં મહાગઠબંધનની બેઠકની વહેંચણી અંગે બુધવારે જાહેરાત કરવામાં આવી શકે છે. પરંતુ શરદ યાદવે આ અટકળો પર વિરામ મૂકી દીધુ છે. લોકતાંત્રિક જનતા દળનાં અધ્યક્ષ શરદ યાદવે કહ્યું કે, મહાગઠબંધન 22 માર્ચના રોજ બેઠકો અંગેની જાહેરાત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments