Sunday, November 28, 2021
Homeકાશ્મીરમાં યાસીન મલિક સહિત ઘણા અલગાવવાદીઓનાં ઠેકાણે NIAનાં દરોડા
Array

કાશ્મીરમાં યાસીન મલિક સહિત ઘણા અલગાવવાદીઓનાં ઠેકાણે NIAનાં દરોડા

શ્રીનગરઃ કાશ્મીરમાં પુલવામા હુમલા બાદ સરકારનો કાશ્મીરમાં સખત કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. મંગળવારે સવારે શ્રીનગરમાં યાસીન મલિક સહિત ઘણા અલગાવવાદી નેતાઓનાં ઠેકાણે NIAએ દરોડા પાડ્યા છે. જમ્મુ કાશ્મીર માં અલગાવવાદને ટેકો આપનારા યાસીનની ગત શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. યાસીન મલિક જમ્મુ – કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટનો પ્રમુખ છે. ઘાટીમાં પોલીસ તથા અર્ધ સૈનિકબળોને હાઈ એલર્ટ પર રાખવામા આવ્યા છે.

સુરક્ષા પરતનાં લિસ્ટમાં યાસિન મલિક
આ પહેલા ગૃહમંત્રાલયનાં આદેશ પર જમ્મુ-કાશ્મીર પ્રશાસને 22 અલગાવવાદી નેતાઓની સુરક્ષા અને સરકારી સુવિધાઓ પરત લઈ લીધી હતી. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં 155 રાજકીય નેતાઓને અપાયેલી આપવામાં આવેલી સુરક્ષામાં ફેરફાર કર્યો હતો. આ લિસ્ટમાં યાસીન મલિકનું નામ પણ સામેલ હતુ.
ગૃહમંત્રાલય પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ અલગાવવાદી નેતાઓ અને રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં 1000થી વધુ પોલીસકર્મી અને આશરે 100થી વધુ ગાડીઓ હતી. જે સુરક્ષાને હવે હટાવી લેવામા આવી છે. સરકારનાં આ પગલા પર પ્રતિક્રિયા આપતા યાસીન મલિકે કહ્યું કે સરકારે તેને કોઈ સુરક્ષા આપી ન હતી.
ગૃહમંત્રાલયે અર્ધસૈનિકબળોની 100 કંપનીઓને જમ્મુ કાશ્મીર મોકલી દીધી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને પુલવામા હુમલા પછી આ મોટું પગલુ ભર્યુ છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા કાયરો વાળા હુમલામાં CRPFનાં 40 જવાન શહીદ થયા હતા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments