Monday, January 24, 2022
Homeકાશ્મીરમાં CAPFનાં 10 હજાર જવાન તહેનાત રહેશે, શ્રીનગરનાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ
Array

કાશ્મીરમાં CAPFનાં 10 હજાર જવાન તહેનાત રહેશે, શ્રીનગરનાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 100 કંપનીઓ એટલે કે આશરે 10 હજાર જવાનો તહેનાત રહેશે. ગૃહ મંત્રાલયે શનિવારે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યુ છે. સીઆરપીએફને તાત્કાલિક અસરથી આ કંપની ઓને તહેનાત કરવાની જવાબદારી સોંપવામા આવી છે. અહી પોલીસ અને અર્ધ સૈન્ય બળોને હાઈ એલર્ટ પર રખાયા છે. યાસીન મલિક અને અબ્દુલ હમીદ ફયાઝ સહિત અલગાવવાદી સંગઠનોનાં આશરે 150 નેતાઓ અને કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામા આવી છે. આ સાથે જ શ્રીનગર મેડિકલ કોલેજનાં સ્ટાફની શિયાળુ રજાઓને પણ કેન્સલ કરવામા આવી છે. તેમને કોઈ પણ ભોગે સોમવાર સુધી ફરજ પર પરત આવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાશનની દુકાનોમાં પૂરતો સ્ટોક રાખવાનો આદેશ
રાજ્યનાં ખાધ પુરવઠા વિભાગે પણ સરકારી રાશનની દુકાનોમાં પૂરતો સ્ટોક રાખવા માટેનો આદેશ કર્યો છે. આ દુકાનો રવિવારે પણ ચાલુ રહેશે. આ પ્રકારનાં આદેશનાં કારણે સ્થાનિક લોકો રોજબરોજની જરૂરિયાતમંદ ચીજવસ્તુઓ એકઠી કરવામાં લાગી ગયા છે. કરિયાણાની દુકાનો પર સામાન ખરીદી માટે ભીડ જમા થઈ ગઈ છે. પેટ્રોલ પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શુક્રવાર રાતે 1.30 કલાકે લડાકુ વિમાનોનાં અવાજ સાંભળવા મળ્યા હતા. જો કે વાયુસેનાનાં અધિકારીઓએ તેને નિયમિત અભ્યાસનો જ એક ભાગ ગણાવ્યો છે.
10 હજાર જવાનો એરલિફ્ટ કરાશે
જવાન રાજ્યમાં અર્ધસૈનિક બળોની 100થી વધુ કંપનીઓને તહેનાત કરવાનું સર્ક્યુલર ગૃહમંત્રાલયે શુક્રવાર સાંજે બહાર પાડ્યુ છે. જેમાં સીઆરપીએફની 45, બીએસએફની 35 અને એસએસબી તથા આઈટીબીપીની 10-10 કંપનીઓ સામેલ થશે. સામાન્ય રીતે એક પેરામિલિટ્રી કંપનીમાં 80 થી 150 જવાન હોય છે. આ પ્રકારે 100 કંપનીઓમાં આશરે 10 હજાર જવાન હશે. પુલવામામાં થયેલા સીઆરપીએફનાં કાફલા પરનાં હુમલાને જોતા આ જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગર મોકલવામા આવશે.
જમ્મુ-કાશ્મીરમાં CRPFનાં 65 હજાર જવાન
જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફનાં 65 હજાર જવાનો પહેલાથી જ તહેનાત છે. આ સાથે જ રાજ્યમાં સીમા સુરક્ષા બળ (બીએસએફ), ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP), કેન્દ્રીય ઔધોગિક સુરક્ષાબળ (CISF)સશસ્ત્ર સીમા બળ (એસએસબી) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનસીજી)ની ટુકડીઓ તહેનાત છે.
અલગાવવાદીઓ પર કડક કાર્યવાહી
પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલા પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર, અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવીને ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35Aની સુનાવણી પહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનાં ચેયરમેન યાસીન મલિક અને જમાત-એ-ઈસ્લામી સંગઠનનાં પ્રમુખ અબ્દુલ હમીદ ફયાઝ અને તેમનાં આશરે  150 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જમાત-એ- ઈસ્લામી આતંકી સંગઠનને હિઝબુલ મુજાહિદ્દીનની રાજકીય શાખા માનવામાં આવે છે. જો કે તેમને હંમેશા પોતાને ધાર્મિક અને સામાજિક સંગઠન જ ગણાવ્યુ છે.
મહબૂબા અલગાવવાદીઓનાં સમર્થનમાં
મહેબુબા મુફ્તીએ એક ટ્વીટ કરીને અલગાવવાદીને સમર્થન કર્યુ છે. તેમણે લખ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં ઘણા હુરિયત નેતાઓ અને જમાત સંગઠનના કાર્યકર્તાઓની ધરપકડ કરવામા આવી છે. જે ફક્ત મુદ્દાઓને ભડકાવવાનું જ કામ છે. કયા આધારે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે? તમે માત્ર એક વ્યક્તિને જેલમાં ધકેલી શકો છો, તેના વિચારોને નહિ .
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular