કાશ્મીર : પુલવામાં સેનાએ એન્કાઉન્ટરમાં જૈશના 4 આતંકીઓ ઠાર કર્યા,

0
9

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ શુક્રવારે 4 આતંકીને ઠાર કર્યા હતા. સેનાને પંજરાન લસ્સીપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુરુવારે રાતે જ મળી ગઈ હતી. ત્યારપછી રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી), સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ પાસેથી એકે-47 રાઈફલ સહિત મોટી માત્રામાં ગોળા-બારુદ મળી આવ્યા હતા.

ગુરુવારે મોડી રાતે સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારે આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. જોકે બાકીના અન્ય આતંકીઓએ સમર્પણની જગ્યાએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ત્યારપછી શુક્રવાર સવાર સુધી જવાનોએ સ્થિતિ પર નિયંત્રણ મેળવતા અન્ય 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

કુલગામમાં પણ સર્ચ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ ગુરુવારે રાતે કુલગામના બાટપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. અહીં આતંકીઓને શોધવા ઘરની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશન માટે સેનાની વધારાની ટૂકડી બોલાવવામાં આવી છે.

ઝાકીર મૂસા પણ ઠાર કરાયો
સેનાએ પુલવામાના ત્રાલમાં 24 મેના રોજ અલકાયદાના આતંકી ઝાકીર મૂસાને પણ ઠાર કર્યો છે.મૂસા બુરહાન વાણીના મોત પછી હિજબુલ કમાન્ડર હતો. ત્યારપછી તેણે કાશ્મીરમાં અલકાયદા સાથે જોડાયલા સંગઠન અંસાર ગજવત-ઉલ-હિંદ શરુ કર્યું હતું. ત્યારપછી 28 મેના રોજ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં અન્ય બે આતંકીઓને ઠાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here