કિઆરા અડવાણીની નવી ફિલ્મ ‘ઈન્દૂ કી જવાની’, ડેટિંગ એપના એડવેન્ચરની સ્ટોરી

0
39

બોલિવૂડ ડેસ્ક: કિઆરા અડવાણીએ એક નવી ફિલ્મ સાઈન કરી લીધી છે. કિઆરાની નવી ફિલ્મ મસ્ત, હળવી શૈલીની ‘ઈન્દૂ કી જવાની’ છે. આ ફિલ્મથી બંગાળી રાઇટર-ડિરેક્ટર અબીર સેનગુપ્તા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી ઈન્દૂના એડવેન્ચર પર આધારિત છે જે તે ડેટિંગ એપ પર અજાણતા જ લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને નોતરે છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. ફિલ્મને મોનિશ અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ફિલ્મમાં કિઆરા ગાઝિયાબાદની જીવંત છોકરી ઈન્દૂ ગુપ્તાના રોલમાં હશે. ફિલ્મમાં તેના ‘ડેટિંગ સ્યાપા’ને બતાવવામાં આવશે. ફિલ્મમાં કિઆરા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છોકરીના કેરેક્ટરમાં છે માટે તેની બોલી પણ અલગ પ્રકારની જ હશે. કેરકેટરમાં ફિટ બેસે એવી બોલી શીખવા માટે કિઆરા ક્લાસ કરી રહી છે. તેને ફિલ્મની તૈયારી કરવા માટે પૂરતો સમય મળે તે માટે જ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here