Sunday, September 19, 2021
Homeકિક્રેટ રમવા ગયેલા યુવાનની તળાવમાંથી લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાનો પરિવારનો આક્ષેપ
Array

કિક્રેટ રમવા ગયેલા યુવાનની તળાવમાંથી લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાનો પરિવારનો આક્ષેપ

મોડાસા : સબલપુરનો 20 વર્ષિય યુવાન કિક્રેટ રમવા ગયા બાદ ગુમ થયો હતો. બે દિવસબાદ ગુમ થયેલા યુવાનની લાશ પાલનપુર ગામના તળાવમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે રૂરલ પોલીસ દોડી જઇ હતી.મૃતક યુવકના પરિવારજનો એ યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

સબલપુરમાં રહેતા અતુલ ટીનુસિંહ મકવાણા ઉ.વ.20 રવિવારની સાંજે કિક્રેટ રમવા ગયો હતો. તે ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બીજા દિવસે ગુમ થયેલા પુત્રના કોઇ વાવડ ન મળતાં મકવાણા પરિવારે સગા સબંધી અને તેના મિત્રોને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સબલપુર ગામ પાસેના પાલનપુરના તળાવમાં અજાણ્યા યુવકની લાશ હોવાની જાણ થતા મકવાણા પરિવાર પાલનપુર ખાતે દોડી ગયુ હતુ. જ્યાં ઉપરોક્ત લાશ ગુમ થનાર અતુલ મકવાણાની હોવાનુ બહાર આવતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા. જોકે પોલીસને જાણ કરતાં રૂરલ પોલીસ ઘટના દોડી ગઇ હતી. જ્યાં મૃતક યુવકની લાશને બહાર કાઢી તેનુ પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments