Monday, October 25, 2021
Homeકિમની ટીકા પર ઉ. કોરિયાના મીડિયાએ અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિને મૂર્ખ ગણાવ્યા
Array

કિમની ટીકા પર ઉ. કોરિયાના મીડિયાએ અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિને મૂર્ખ ગણાવ્યા

સિયોલઃ કિમ જોંગ ઉનને સરમુખત્યાર કહેવા અંગે ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન પર આકરા પ્રહારો કર્યા સાથે જ તેમને મૂર્ખ પણ ગણાવ્યા છે. કોરિયાના મીડિયાએ બિડેનના ભૂતકાળ પર પણ ટિપ્પણી કરી હતી. મહિલાઓ સાથેના તેમના દુરવ્યવહાર અને અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મીડિયાના કહ્યાં પ્રમાણે, યુનિવર્સિટીમાં સાહિત્યની ચોરી કરના માટે બ્રિડેનને એફ ગ્રેડ આપવામાં આવ્યો હતો. સાથે જ બ્રિટેનની લેબર પાર્ટીના નેતા નીલ કિન્નોકનું ભાષણ કોપી કરવા માટે પણ તેમને હાસ્યાસ્પદ બનવું પડ્યું હતું.

 

બિડેન કિમને બદનામ કરી રહ્યા છેઃ કોરિયાઈ મીડિયા

કોરિયાઈ મીડિયાએ આરોપ લગાવ્યો કે બિડેન કિમ જોંગને બદનામ કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે તેઓ આ પ્રકારની વાતો કરી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના 2011ના ભાષણ દરમિયાન બિડેન સૂઈ રહ્યા હતા જે ઘણું હાસ્યાસ્પદ હતું.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવીશઃ બિડેન

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બિડેન ડેમોક્રેટ્સ તરફથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તેમનો દાવો છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને હરાવી શકે છે. તેમને તેમનો ચૂંટણી પ્રચાર પણ તેજ કર્યો છે. ઓબામાના કાર્યકાળમાં બિડેન બે વખત ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યાં છે.

ઉત્તર કોરિયાએ ફિલાડેલ્ફિયામાં કરવામાં આવેલી ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા જે પ્રકારે પુતિન અને કિમ જોંગ ઉન જેવા તાનાશાહોને ભેટી રહ્યું છે, તે નિંદનીય છે. એક સમયે ટ્રમ્પ અને કિમ જોંગના સંબંધો તણાવ ભરેલા હતા. જૂન 2018માં બન્નેની સિંગાપુરમાં થયેલી પ્રથમ મુલાકાત બાદ સંબંધોમાં બદલાવ જોવા મળ્યો હતો. ટ્રમ્પે કિમ જોંગને તેમના સારા મિત્ર પણ ગણાવ્યા હતા. અમેરિકા ઉત્તર કોરિયા તેમના પરમાણુ પ્રયાસોને ખતમ કરી દે તેના પ્રયાસોમાં છે.  જો કે 28 ફેબ્રુઆરીના રોજ વિયતનામમાં થયેલી બન્ને નેતાઓની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments