Saturday, September 25, 2021
Homeકિમ-સાયણ રોડ પર એપાર્ટમેન્ટના ધાબેથી નવજાત બાળકી મળી આવી
Array

કિમ-સાયણ રોડ પર એપાર્ટમેન્ટના ધાબેથી નવજાત બાળકી મળી આવી

સુરતઃકિમ-સાયણ રોડ ઉપર આવેલા મહાવીર એપાર્ટમેન્ટના ધાબા પરથી એક બિનવારસી તાજી જન્મેલી બાળકી મળી આવતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં. શુક્રવારની રાત્રે સફેદ કપડામાં વિટાળી ત્યજી દેવાયેલી બાળકીના રડવાના અવાજ બાદ લોકો ભેગા થઈ ગયા હતાં. ફૂલ જેવી બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સામે લોકોએ ફિટકાર વરસાવી પોલીસ જાણ કરતા 108ની મદદથી બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતી.

હેમંત માંગુકીયા (108 અમરોલી લોકેશન) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રીના સાડા અગિયાર વાગ્યાનો હતો. ધાબા ઉપરથી એક બિન વારસી બાળકી મળી આવી હોવાની જાણ બાદ તેમની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. ઘટના સ્થળ પરથી બાળકીને લઈ ઓન રોડ સારવાર સાથે સુરત સિવિલ લઈ આવતા NICU માં દાખલ કરાઈ હતી. 108ને ફોન કરનાર કનૈયાલાલ સીંદેએ જણાવ્યું હતું કે, મિત્રો સાથે ધાબા પર જતાની સાથે જ સફેદ કપડામાંથી બાળકીના રડવાની અવાજ સાંભળી તમામ મિત્રો ચોંકી ગયા હતાં. કપડું ખોલીને જોતા એક ફૂલ જેવી બાળકી મળી આવી હતી. એક દિવસની બાળકીને કોઈ નિષ્ઠુર માતા બિનવારસી છોડી ચાલી ગઈ હતી. આ બાબતે તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી બોલાવી લીધી હતી. આ બાળકીનું જો કોઈ વાલી વારસ ના હોય તો દત્તક લેવા કનૈયાલાલ તૈયારી બતાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments