Thursday, September 23, 2021
Homeકિરણ બેદી પર તેમની પૌત્રીનો આરોપ, વીડિયો વાયરલ થતા ખળભળાટ
Array

કિરણ બેદી પર તેમની પૌત્રીનો આરોપ, વીડિયો વાયરલ થતા ખળભળાટ

કિરણ બેદી. ભારતનાં પ્રથમ મહિલા IPS અધિકારી. પોતાનાં સમયની કદાવર પોલીસ અધિકારી.હાલમાં તેઓ પોંડિચેરીનાં રાજ્યપાલ છે. છેલ્લા બે દિવસથી કિરણ બેદી ટ્વિટર પર ચર્ચામાં છે. આ પછળનું કારણ છે તેમનાં પારિવારીક સંજોગો.

કિરણ બેદીનાં પુત્રીની પુત્રી મેહર ભરૂચાને કારણે કિરણ બેદી લાઇમલાઇટમાં છે. અંદાજીત 12 વર્ષની મેહરનાં વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. તે વીડિયોમાં મેહર બોલે છે કે તેની માતા સાઇના બેદી ભરૂચા તેમના પતિને ચપ્પલથી માર મારતી હતી અને તેમની પર થુંકતી હતી. તેમજ તેમની નાની કિરણ બેદી પોતાની વગનો ઉપયોગ કરીને મેહરનાં પિતા અને તેમનાં પિતાને પરેશાન કરે છે.

વીડિયો મામલે સોશ્યલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ મળી રહિ છે. ઘણાં લોકો બાળકી મેહરનાં બહાદુરીનાં વખાણ કરે છે. તેમજ ઘણાં લોકો કહે છે આ પારિવારિક મામલો છે. જો કે કિરણ બેદી સાર્વજનિક જીવનમાં છે.

સાઇના બેદી ભરૂચા કિરણ બેદી અને વૃજ બેદીનું એક માત્ર સંતાન છે. તે એક NGO ચલાવે છે. તેણે પોતાની માતા કિરણ બેદીના પુસ્તક પર અક ટીવી સીરીઝનું નિર્માણ કર્યુ હતું. સાઇનાએ અનેક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.

સાઇનાનાં લગ્ન રૂઝ્બેહ ભરૂચા સાથે થયા છે. જે એક લેખક છે. જો કે તેમનું લગ્નજીવન સુખી રહ્યું નથી. વર્તમાનમાં બાળકી મેહર તેનાં પિતા રૂઝ્બેહ સાથે છે. વીડિયોમાં બાળકી કહે છે કે તેનાં પિતા પાસે તે સુખી છે. બીજી તરફ સાઇના અને કિરણનું કહેવું છે કે તેણે બાળકીને ધમકાવી રાખી છે.

આ વિડીયોનાં જવાબમાં કિરણ બેદીનાં નામે એક સ્ક્રિન શોર્ટ પણ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. જો કે આ મામલે કોઇ પુષ્ટી થઇ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments