Monday, October 18, 2021
Homeકિવિઝને 36 રને હરાવી, ભારત 22 વર્ષ પછી એશિયાની બહાર 4-1 થી...
Array

કિવિઝને 36 રને હરાવી, ભારત 22 વર્ષ પછી એશિયાની બહાર 4-1 થી સિરીઝ જીત્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: 253 રન ચેઝ કરતા કિવિઝ 44.1 ઓવરમાં 217 રને ઓલઆઉટ થતા, 36 રને હારી ગયું હતું. ભારત 22 વર્ષ પછી એશિયાની બહાર 4-1 થી સિરીઝ જીત્યું હતું. આ પહેલા 1997માં સચિન તેંડુલકરની કપ્તાનીમાં ભારતે પાકિસ્તાનને કેનેડામાં 4-1 થી હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા અંબાતી રાયુડુના 90 રનની સહાયથી 252 રન કર્યા હતા. રાયુડુને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જયારે આ સિરીઝની 4 મેચમાં 9 વિકેટ લેવા બદલ મોહમ્મદ શમીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

લક્ષ્યનો પીછો કરતા કિવિઝ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે જેમ્સ નીશમે સર્વાધિક 44 રન કર્યા હતા, જયારે કેન વિલિયમ્સને 39 રન અને ટોમ લેથમેં 37 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે યૂઝવેન્દ્ર ચહલે 3 વિકેટ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ જયારે ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવે 1-1 વિકેટ લીધી હતી.

નંબર ગેમ: ભારતીય ફાસ્ટ બોલર્સ જે મેન ઓફ ધ સિરીઝનો એવૉર્ડ જીત્યા હોય:

ભુવનેશ્વર કુમાર, 10 વિકેટ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ/ શ્રીલંકા, 2013
જસપ્રીત બુમરાહ,15 વિકેટ વિરુદ્ધ શ્રીલંકા, 2017
મોહમ્મદ શમી, 9 વિકેટ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2019*

જયારે ન્યુઝીલેન્ડ ઘરઆંગણે બાઈલેટરલ સિરીઝમાં 4 અથવા 4 થી વધુ મેચ હાર્યું હોય:

4 v ઓસ્ટ્રેલિયા, 1999/00
4 v શ્રીલંકા, 2000/01
5 v ઓસ્ટ્રેલિયા, 2004/05
4 v ભારત, 2018/19*

ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમતી વખતે એક સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ:

10 – મુથૈયા મુરલીધરન, 2000/01
9 – અનિલ કુંબલે, 1993/94
9 – પોલ સ્ત્રાંગ, 1997/98
9 – શેન વોર્ને, 1999/00
9 – યૂઝવેન્દ્ર ચહલ, 2018/19*

* આ સિરીઝ પહેલા ભારત સતત બે મેચમાં ઓલઆઉટ થયું હોય તે જૂન 2015માં બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુર ખાતે બન્યું હતું. તે 2015ના વર્લ્ડકપ પછીની પહેલી બે મેચ હતી.

20 રનની અંદર ચાર વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 250 થી વધુ રન કર્યા હોય તેવો આ બીજો બનાવ હતો:

9 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ 266/8, વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 1983
18રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ 252/10, વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, આજે

હાર્દિકે વનડેમાં આ બોલર્સના ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા છે:

v ઇમાદ વસીમ, ચેમ્પિયન્સ ટ્રોફી 2017
v શદાબ ખાન, ચેમ્પિયન્સ ટ્રોફી 2017
v એડમ ઝાંપા, 2017
v ટોડ એસ્લે, આજે

કેદાર જાધવે આજે પોતાની 54મી મેચમાં 34 રન કરી 1 હજાર રન પૂરા કર્યા હતા.

અંબાતી રાયુડુ ન્યુઝીલેન્ડમાં નર્વસ નાઇન્ટીસમાં આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.

ભારતે 20 રનની અંદર ચાર વિકેટ ગુમાવ્યા પછી પાંચમી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરનાર જોડીઓ:

મોહમ્મદ અઝહરૂદ્દીન/ કપિલ દેવ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, ગ્વાલિયર, 1988
અજય જાડેજા/ રોબિન સિંહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, 1999
અંબાતી રાયુડુ/ વિજય શંકર, વેલિંગ્ટન, 2019*

વિજય શંકરનું છેલ્લી 3 લિસ્ટ-A મેચમાં પ્રદર્શન:

42 v ન્યુઝીલેન્ડ A
59 v ન્યુઝીલેન્ડ A
87* v ન્યુઝીલેન્ડ A

* ભારતે 2015ના વર્લ્ડકપ પછી 81 વનડે રમી છે.
ભારતે આ દરમિયાન ચોથા નંબરે 11 બેટ્સમેન ટ્રાય કર્યા છે અને કોઈ પણ બેટ્સમેન આ ક્રમે 13 કરતા વધુ મેચ રમ્યો નથી.

* 11 વનડે સિરીઝ પછી રોહિત શર્મા કોઈ એક સિરીઝ સદી ફટકારી શક્યો ન હતો. કિવિઝ સામે 2016ની હોમ સિરીઝ પછી રોહિત દરેક સિરીઝમાં એક સદી ફટકારતો આવ્યો હતો. (પાંચ વનડે)

ભારત માટે સૌથી વધુ વનડે:

463 સચિન તેંડુલકર
340 રાહુલ દ્રવિડ
335 એમએસ ધોની*
334 મોહમ્મદ અઝહરૂદ્દીન
308 સૌરવ ગાંગુલી
301 યુવરાજ સિંહ

ટ્રેન્ટ બોલ્ટે વનડેમાં આ બેટ્સમેનને સૌથી વધુ વખત આઉટ કર્યા:

5 – શિખર ધવન
4 – રોહિત શર્મા
4 – ક્વિન્ટન ડી કોક

ન્યુઝીલેન્ડની વિકેટ આ રીતે પડી:

પહેલી વિકેટ:
હેનરી નિકોલસ શમીની બોલિંગમાં મીડ-ઓન ઉપર કેદાર જાધવના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 8 રન કર્યા હતા.

બીજી વિકેટ:
મુનરો શમીના બોલમાં કટ કરવા જતા ઇનસાઇડ એજ થઈને બોલ્ડ થયો હતો. તેણે 19 બોલમાં 24 રન કર્યા હતા.

ત્રીજી વિકેટ:
હાર્દિકનો બોલ પીચ થયા પછી અંદર આવ્યો હતો અને ટેલર બેટ ન અડાડી સકતા એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. તેણે વિલિયમ્સન સાથે રીવ્યુ વિશે વાત કર્યા બાદ ન લેવાનું નક્કી કર્યું હતું. તેને 1 રને આઉટ કરી હાર્દિકે ભારતને મોટી સફળતા અપાવી હતી.

ચોથી વિકેટ:
વિલિયમ્સન અને લેથમની ભાગીદારી ખતરો લાગી રહી હતી ત્યારે ઇન્ડિયાના ગોલ્ડન આર્મ કેદારે તેને આઉટ કર્યો હતો. કેદારે શોર્ટ બોલ નાખ્યો હતો અને વિલિયમ્સન તેને સીધો ડીપ-મિડવિકેટમાં ધવનને કેચ આપી બેઠો હતો. તેણે 73 બોલમાં 39 રન કર્યા હતા. ધોની જે રીતે ઉજવણી કરી રહ્યો છે સ્પષ્ટ છે કે ભારતની તેને શોર્ટ બોલ નાખવાની રણનીતિ હતી.

ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 252 રન કર્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત 252 રનમાં ઓલઆઉટ થયું હતું. એક સમયે 18 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અંબાતી રાયુડુએ સર્વાધિક 90 રન કરી ભારતીય ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. 44મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોક્કા ફટકારી 45 રન કર્યા હતા. તે સિવાય વિજય શંકરે 45 અને કેદાર જાધવે 34 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ માટે મેટ હેનરીએ 4, ટ્રેન્ટ બોલ્ટ 3 અને જેમ્સ નીશમે 1 વિકેટ લીધી હતી. ભારતના ટોપ ઓર્ડરનો એક વાર ફરી ધબડકો થતા રોહિત શર્મા, શિખર ધવન, શુભમન ગિલ અને એમએસ ધોની સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.

ભારતની વિકેટ આ રીતે પડી:

પહેલી વિકેટ:
રોહિત મેટ હેનરીના આઉટ-સ્વિંગરમાં બોલ્ડ થયો હતો. હેનરીનો બોલ મિડલ અને ઓફ ઉપર પીચ થયા બાદ લેટ મુવ થયો હતો, રોહિત ના પગ હલ્યા ન હતા અને તેણે પુશ કર્યું પરંતુ બોલ તેની એજને મિસ કરીને સ્ટમ્પને મળ્યું હતું। રોહિત 2 રને આઉટ થયો હતો.

બીજી વિકેટ:
શિખર ધવન 5 રનના વ્યક્તિગત સ્કોરે ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. બોલ્ટના શોર્ટ બોલમાં તે અપર-કટ મારવા જતા થર્ડમેન ઉપર મેટ હેનરીના હાથે કેચ આઉટ થયો હતો.

ત્રીજી વિકેટ:
મેટ હેનરીના ફૂલ પીચ થયેલા ઓઉટસ્વિંગરને ડ્રાઈવ કરવા જતા ગિલ કવર પર સેન્ટનરને આસાન કેચ આપી બેઠો હતો. તે 7 રને આઉટ થયો હતો.

ચોથી વિકેટ:
બોલ્ટના ઇનસ્વિંગરનો ધોની પાસે કોઈ જવાબ ન હતો. બોલ લેટ અંદર આવ્યો અને ધોનીના પગ હલ્યા જ ન હતા, અને તે 1 રને ક્લીન બોલ્ડ થયો હતો.
પાંચમી વિકેટ:
કોલીન મુનરોના બોલને શંકરે મીડ-વિકેટ ઉપર પુશ કર્યો હતો, તેણે રાહ જોવાનો કોલ કર્યો હતો. તે બોલ નીશમ પાસેથી જતો રહે તેની રાહ જોતો હતો પરંતુ રાયુડુ દોડી ગયો હતો અને નીશમે થ્રો કર્યો હતો અને બોલર મુનરોએ સ્ટમ્પ ઉડાવ્યું હતું. શંકરે પોતાની વિકેટ ફેકવી પડી હતી. શંકર ગુસ્સામાં બેટ પછાડતો 45 રન કરી પેવેલિયન તરફ અગ્રેસર થયો હતો.

છઠી વિકેટ:
મેટ હેનરીની બોલિંગમાં એક્સટ્રા કવર ઉપર શોટ મારવા જતા રાયુડુ સ્વીપર કવરમાં કોલીન મુનરોને કેચ આપી બેઠો હતો. તેણે 113 બોલમાં 8 ચોક્કા અને 4 છગ્ગા ફટકારી 90 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

સાતમી વિકેટ:
મેટ હેનરીના સ્લોઅર બોલમાં કેદાર જાધવ કટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે 45 બોલમાં 34 રન કર્યા હતા.

આઠમી વિકેટ:
નીશમના ફુલટોસને પંડ્યાએ દિશા આપી હતી પરંતુ ટ્રેન્ટ બોલ્ટ સ્ક્વેર લેગ પરથી દોડીને શાનદાર કેચ કર્યો હતો. બોલ કમર નીચે હતો તેથી પંડ્યાને નો-બોલનો લાભ ના મળ્યો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તેણે 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોક્કા ફટકારી 45 રન કર્યા હતા.

નવમી વિકેટ:
ભુવનેશ્વર બોલ્ટનો સ્લોઅર બોલ પીક નતો કરી શક્યો અને શોટમાં પાવર ન હોવાથી એક્સ્ટ્રા ક્વર ગુપ્ત રોસ ટેલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 6 રન કર્યા હતા.

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચમાં વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમ ખાતે ભારતીય કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે પ્લેઈંગ 11માં 3 ફેરફાર કર્યા છે. ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકની જગ્યાએ એમએસ ધોની, ખલીલ અહેમદની જગ્યાએ મોહમ્મદ શમી અને કુલદિપ યાદવની જગ્યાએ વિજય શંકરનો સમાવેશ થયો છે. જયારે કિવિઝે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યાો છે. ઈજાગ્રસ્ત માર્ટિન ગુપ્ટિલની જગ્યાએ કોલીન મુનરો રમશે. કેદાર જાધવ વનડેમાં 1 હજાર રન પૂરા કરવાથી 32 રન દૂર છે.

આ મેદાન ઉપર ભારતના પૂર્વ ખેલાડી રવિ શાસ્ત્રીએ 1981માં ન્યુઝીલેન્ડ સામે પોતાનું ડેબ્યુ કર્યું હતું. તેણે ટ્વિટ કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો.

ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, શુભમન ગિલ, અંબાતી રાયુડુ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

ટીમ ન્યુઝીલેન્ડ:
કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, મેટ હેનરી, કોલીન મુનરો, ટોમ લેથમ, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, જેમ્સ નીશમ અને એસ્ટલે ટોડલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments