કુંડલાની વૃંદાવન સોસાયટીમાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા

0
20

સાવરકુંડલામાં વૃંદાવન સોસાયટી, જેસર રોડ પર રહેતા અલ્પેશભાઈ અરવિંદભાઈ મજીઠીયા દ્વારા તેમના વિસ્તારની ગટરનું પાણી ઘરમાં ઘૂસે છે આવી ગંભીર સમસ્યા વિશે તેમના વિસ્તારના કાઉન્સિલરને અવારનવાર રજુઆત કરેલ છે. પરંતુ આ પ્રશ્નનુ નિવારણ થતુ નથી. ગટરનું પાણી આવવાથી માખી-મચ્છરનો ત્રાસ પણ વધી ગયેલ છે. અને ગંભીર રોગો થવાનો પણ ભય રહે છે. અલ્પેશભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને તાત્કાલિક નિવારણ કરવા રજુઆત કરી છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે અવારનવાર ગટરો ઉભરાઇ રહી છે. આખો દિવસ દુર્ગધના કારણે રોગચાળાની પણ ભીતિ સતાવી રહી છે. ત્યારે તાકિદે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here