Tuesday, December 7, 2021
Homeકુંભમેળામાં આજે VHPની ધર્મસંસદ, યોગી આદિત્યનાથે મોહન ભાગવત સાથે મુલાકાત કરી
Array

કુંભમેળામાં આજે VHPની ધર્મસંસદ, યોગી આદિત્યનાથે મોહન ભાગવત સાથે મુલાકાત કરી

પ્રયાગરાજ: કુંભમેળામાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં આજથી મળનારી ધર્મસંસદ અંગેની પ્રવૃતિઓ તેજ થઇ ગઈ છે.VHPની આ ધર્મસંસદ એ રીતે પણ મહત્વપુર્ણ બની રહેશે જ્યારે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની આગેવાનીમાં બુધવારે જ પરમ ધર્મસંસદની મહત્વની બેઠક યોજાઇ હતી. વીએચપીના ધર્મસંસદમાં સાધુ સંતો સાથે RSSના પ્રમુખ મોહન ભાગવતજી અને યોગી આદિત્યનાથ પણ ચર્ચામાં ભાગ લેવાના છે પરિણામે આ બેઠકમાં રાજનીતિનું તત્વ વધારે હશે અમે પણ ક્યાસ લાગી રહ્યો છે. બે દિવસીય VHPની આ ધર્મસંસદમાં આશરે અઢી હજાર જેટલા સાધુ સંતો સામેલ થશે તેવી આશા છે.

નોંધનીય છે કે બુધવારે જ દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની આગેવાનીમાં ત્રિ દિવસીય પરમ ધર્મસંસદનું બુધવારે જ સમાપન થયુ હતુ. પરમ ધર્મસંસદમાં સ્વરૂપાનંદ સરસ્વતીએ રામમંદિર નિર્માણ માટે 21 ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પહોંચી જવાનું આહ્વાન કર્યુ હતુ. શંકરાચાર્યે આપેલા ધર્માદેશમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે રામભક્તો અને સંતોએ વસંતપંચમી બાદ અયોધ્યા માટે પ્રસ્થાન કરવુ. અયોધ્યામાં 21 ફેબ્રુઆરીના રોજ સાધુસંતો રામમંદિરના નિર્માણકાર્ય માટે ઇષ્ટિકા ન્યાસ વિધિ કરાવીને વિધિસર શિલાન્યાસ કરશે. આજથી VHP જે ધર્મસંસદનું આયોજન કરશે તેના નિર્ણયો અને પરમ ધર્મસંસદના જાહેર થયેલા ધર્માદેશમાં જો વિરોધાભાસ હશે તો રામમંદિરને લઇને ધર્મયુધ્ધ પણ હિન્દુ સાધુ મહંતોમાં ફાટી નિકળશે તેવી પણ એક પ્રબળ સંભાવના જોવાઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments