Sunday, January 23, 2022
Homeકુંભમેળામાં કોણ છે આ બુરખાધારી યુવતીઓ જે સાધુઓની કરી રહી છે સેવા
Array

કુંભમેળામાં કોણ છે આ બુરખાધારી યુવતીઓ જે સાધુઓની કરી રહી છે સેવા

કુંભમેળામાં લાગેલા મેડિકલ કેમ્પમાં આ બુરખાધારી ડૉકટર એએમયૂના જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજની આ વિદ્યાર્થીનીઓ છે. વિદ્યાર્થીનીઓ કુંભમાં બિમાર સાધુઓની ચેકઅપ કરી રહી છે. કુંભ મેળા દરમ્યાન આ પ્રકારના નજારો જોઇને દેશના સાંપ્રદાયિક સૌહાર્દની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

મેડિકલ કોલેજમાંથી કુંભમેળામાં આવનારા તબીબોની યાદી લાંબી છે. બધા તબીબો પોતાના સાધુઓની જરૂરિયાત અને પોતાના હિસાબથી તેમની સારવાર કરી રહ્યાં છે. તેમને ફ્રીમાં દવાઓ આપી રહ્યાં છે. સ્થિતિ ગંભીર થવાથી સાધુઓને હોસ્પિટલમાં પણ દાખલ કરાઇ રહ્યાં છે.

કુંભમેળા દરમ્યાન એએમયૂ મેડિકલ કોલેજના તબીબોની આ ટીમની કામગીરીના અખાડાના સાધુઓએ ખૂબ વખાણ કર્યાં. એક કાર્યક્રમ દરમ્યાન તબીબોએ ડૉક્ટરોની ટીમને સન્માનિત પણ કરી હતી. બધા તબીબોને ભગવાનની તસ્વીર ભેટમાં આપીને તબીબોને તેમની સેવાઓ માટે શુભેચ્છાઓ આપી.

એએમયૂ મેડિકલ કૉલેજના તબીબોની આ ટીમને કોલેજના મેડિસિન વિભાગના ડીન ડૉક્ટર એસસી શર્માએ લીલીઝંડી ફરકાવીને કુંભમેળો પ્રયાગરાજ માટે રવાના કરી હતી. ટીમમાં શાહીન, આયશા, તાહિરા સહિત બીજી અન્ય મહિલા ડૉક્ટર હતી.

એએમયૂની જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજ અલીગઢમાં છે. આ કોલેજમાંથી ગયેલી તબીબોની ટીમ કુંભમેળામાં સાધુ બાબાઓની સારવાર કરી રહી છે. આ કોલેજના અન્ય તબીબો સોચ નામની સંસ્થા હેઠળ દેશભરમાં જરૂરીયાતના સમયે ફ્રી મેડિકલ કેમ્પ કરે છે.

જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજની ડૉક્ટરોની ટીમ જ્યાં કુંભમેળા દરમ્યાન પોતાની સેવાઓ આપી રહી છે. તો તેના આત્મવિશ્વાસને જોઇને કુંભનુ વહીવટીતંત્ર પણ તેમની સંપૂર્ણ મદદ કરી રહ્યું છે. સાથે જ તેમની આ પહેલના વખાણ થઈ રહ્યાં છે.

એએમયૂના પીઆરઓ ઉમર પીરજાદાએ જણાવ્યું કે આ પહેલી વખત નથી કે જ્યારે જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજના તબીબોની ટીમ મેડિકલ કોલેજમાંથી બહાર નિકળીને લોકોની સારસંભાળ રાખી રહી છે. દેશમાં કુદરતી આપત્તિ સમયે પણ તબીબોની ટીમ પોતાની સેવાઓ આપે છે.

જાણકારોનુ માનીએ તો અત્યારે કુંભ મેળામાં બીજા ઘણા પર્વ દરમ્યાન અલગ-અલગ અખાડા સ્નાન કવા માટે કુંભમાં એકત્રિત થશે. આવા જ અવસરે એએમયૂની જવાહરલાલ નહેરૂ મેડિકલ કૉલેજના તબીબોની ટીમ મેડિકલ કેમ્પમાં સામેલ થઇને સાધુઓ અને કુંભમાં આવતા અન્ય લોકોની સેવા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular