Monday, January 24, 2022
Homeકુંભમેળામાં નાગા બાવાઓ સાથે પ્રથમ વખત કિન્નર અખાડાએ કર્યું શાહી સ્નાન, નવો...
Array

કુંભમેળામાં નાગા બાવાઓ સાથે પ્રથમ વખત કિન્નર અખાડાએ કર્યું શાહી સ્નાન, નવો ઈતિહાસ રચાયો

તીર્થરાજ પ્રયાગમાં વિશ્વના સૌથી મોટા કુંભમેળાનો દબદબાભેર આરંભ થયો છે. કડકડતી ઠંડીમાં પણ સંગમ તટ પર શાહી સ્નાન કરવા માટે સાધુસંતો અને ભક્તોનો જમાવડો જોવા મળ્યો. સૌથી પહેલા સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સાધુ-સંતોએ સ્નાન કર્યું. ત્યારબાદ દેશના વિવિધ અખાડાઓના સાધુઓએ આસ્થાની ડૂબકી લગાવીને પૂણ્યનું ભાથુ બાંધ્યું.

આ પહેલા સંગમ તટ પર મોટી સવારીઓમાં મહામંડલેશ્વરો અને મંડલેશ્વરોનું આગમન થયું. અહીં સાધુ-સંતોના કરબતો પણ જોવા મળ્યા. લાંબી દાઢી અને ઘટાદાર જટા ધરાવનારા સાધુઓ હાથમાં ત્રિશુળ, ભાલા, તલવાર લઈ અહીં ઉમટ્યા. તો નાગા બાવાઓએ પણ આકર્ષણ જગાવ્યું. કુંભના ઈતિહાસમાં પહેલી વાર કિન્નર અખાડાએ પણ શાહી સ્નાન કર્યું. તે પહેલા કિન્નર અખાડાએ પણ શાહી સવારી કાઢી હતી. સાધુ-સંતોથી અલગ શૃંગારમાં જોવા મળતા કિન્નરોએ પણ કુંભમાં આકર્ષણ જમાવ્યું છે. પ્રયાગરાજમાં 49 દિવસ સુધી કુંભ મેળો ચાલશે. આ દરમ્યાન કરોડો લોકો સંગમ તટે સ્નાન કરી ધન્યતા અનુભવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular