કુંભ કેબિનેટથી યોગી સરકારની જાહેરાત, મેરઠથી પ્રયાગરાજ સુધી બનશે ગંગા એક્સપ્રેસ વે

0
49

પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશની યોગી સરકાર પહેલી વખત લખનઉ બહાર કેબિનટની બેઠક આયોજીત કરી હતી. સીએમ યોગીએ પ્રયાગરાજ પહોંચીને સુતેલા હનુમાનજીની પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે 2000ની સાલમાં ઉત્તરાખંડના નવા રાજ્ય તરીકેના નિર્માણ બાદ આ પહેલી વખત એવો પ્રસંગ સર્જાયો છે કે રાજ્યના પાટનગર લખનઉ બહાર કેબિનેટની બેઠક યોજાઈ છે. આ પહેલા 1962માં તત્કાલીન મુખ્યપ્રધાન ગોવિંદ વલ્ભભ પંતના સમયમાં એકવાર કેબિનેટની બેઠક નૈનીતાલમાં થઇ હતી. આ કેબિનેટ બેઠકમાં યોગી સરકારે મહત્વનાં નિર્ણયો લીધા છે.

36000 કરોડનાં ખર્ચે એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે
  • આ કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વનાં નિર્ણયો પણ લેવાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્વિમ ઉત્તરપ્રદેશનાં મેરઠથી માંડી પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત કરી છે. 36000 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર એક્સપ્રેસ વે ગંગાના કિનારે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ-વે 6 લેનનો હશે. યોગી આદિત્યનાથનો દાવો છે કે, આ એક્સપ્રેસ-વે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. 6 લેનનો ગંગા એક્સપ્રેસ-વે મેરઠ, અમરોહા, બુલંદશહર , બદાંયૂ, શાહજહાંપુર, ફરુકાબાદસ, હરદોઈ, કન્નોજ. ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ થઈને પ્રાયગરાજ સુધી જશે,જે દુનિયાનો સૌથી મોટો હાઈવે હશે
  • આ ઉપરાંત બુંદેલખંડ એક્સપ્રે-વેનું પણ ઝડપથી નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. 270 કિમીનાં આ એક્સપ્રેસ-વે માટે 8000 કરોડથી પણ વધુ રૂપિયાનો ખર્ચ કરાશે. ખેડૂતોની આવક બમણી કરવા માટે પણ મંડીનાં પ્રતિનિધિત્વ અંગે મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે.
  • પ્રયાગરાજ કુંભમાં આવેલા સાધુ-મંહતોએ પણ યોગીની કેબિનેટની બેઠક પ્રયાગરાજમાં કરવાના નિર્ણયને વધાવી લીધો હતો. અખિલ ભારતીય પરિષદનાં અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી અને નિર્માણી અની અખાડાનાં પ્રમુખ મહંત ધર્મદાસે પણ આ કેબિનેટ બેઠક પર ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here