Monday, October 18, 2021
Homeકુંભ મેળા અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને… આવું લખ્યું…
Array

કુંભ મેળા અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને… આવું લખ્યું…

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કુંભ મેળામાં કેબિનેટ પ્રધાન સાથે આસ્થાની ડૂબકી લગાવતા કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. થરૂરે કહ્યુ કે, ગંગાને સ્વચ્છ  રાખવી છે અને પાપ પણ ધોવા છે. આ સંગમમાં તમામ નગ્ન  છે. જય ગંગા  મૈયા. ગઈ કાલે યોગી સરકારની કેબિનેટ  બેઠક પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં મળી હતી.

કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી અને કિબનેટ પ્રધાનોએ  કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. શશી થરૂરે આ પ્રકારનું  ટ્વિટ ત્યારે કર્યુ જ્યારે પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યા છે.  મહત્વપૂર્ણ છે કે, કુંભ મેળામાં  સીએમ યોગી,  નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય  અને ડોક્ટર દિનેશ શર્માએ પણ આસ્થાની ડૂબકી લગાવી હતી. જે બાદ સીએમ યોગીએ પોતાના મંત્રી મંડળ સાથે ફોટો પણ પડાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments