Thursday, October 21, 2021
Homeકુપવાડામાં ત્રણ દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, અત્યારસુધીમાં 6 જવાન...
Array

કુપવાડામાં ત્રણ દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, અત્યારસુધીમાં 6 જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડમાં રવિવારે સવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કરી દીધાં છે. એન્કાઉન્ટર છેલ્લાં 3 દિવસથી ચાલી રહ્યું છે. આ વચ્ચે અથડામણના પહેલાં દિવસે ઘાયલ થયેલાં CRPFના એક જવાને શનિવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા. આ સાથે જ આ અથડામણમાં શહીદ થયેલાં સુરક્ષાકર્મીઓની સંખ્યા છ થઈ ગઈ છે. જેમાં CRPFના 4 જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના 2 જવાન સામેલ છે.

ગુપ્તચર એજન્સીઓ પાસેથા મળતી બાતમીના આધારે હંદવાડાના ક્રાલગુંડના બાબા ગુંડ વિસ્તારમાં ગુરૂવારે રાત્રે આતંકીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે જ એક ઘરમાં છુપાયેલાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ તે ઘરને જ વિસ્ફોટકથી ઉડાવી દીધું હતું. જવાન જ્યારે કાટમાળની પાસે પહોંચ્યા તો જીવતા બચેલાં આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં 10 જવાન ઘાયલ થઈ ગયા. સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એલઓજીની ટૂકડીઓએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઈન્ટરનેટ સેવા શુક્રવારથી જ બંધ છે.

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરે છે. શનિવારે રાત્રે પણ તેઓએ સરહદિય વિસ્તારો પર મોર્ટાર છોડ્યાં. જેમાં અનેક મકાનોને નુકસાન થયું હતું.

સૈન્ય અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન સેના તરફથી LoC નજીકના પુંછ, કૃષ્ણા ઘાટી અને નૌશેરા સેકટરમાં ગત એક અઠવાડીયાથી વારંવાર ફાયરિંગ કરવામાં આવે છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ પણ આપે છે. એક સપ્તાહમાં પાકિસ્તાને 60થી વધુ વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં લગભગ 70 નાગરિકો ઘાયલ થયાં છે. એક મહિલા સહિત 9 લોકોનાં મોત પણ નિપજ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments