Tuesday, September 28, 2021
Homeકુમારસ્વામીના ખાસ મંત્રીના ઘરે ITના દરોડા,
Array

કુમારસ્વામીના ખાસ મંત્રીના ઘરે ITના દરોડા,

નેશનલ ડેસ્ક: કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીના ખાસ અને રાજ્યના લઘુ સિંચાઈ મંત્રી સીએસ પટ્ટારાજૂ અને તેમના એક સંબંધીના ઘરે આજે વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. જેડીએસ નેતા પટ્ટારાજૂએ જણાવ્યું કે, આવકવેરા વિભાગની 3 ટીમ અને સીઆરપીએફના જવાનોએ માંડ્યામાં તેમના ચિન્નાકુરલી અને મૈસુરમાં તેમના ભત્રીજાના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એક દિવસ પહેલાં જ રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ ઓફિસરોના ઘરે અથવા ઓફિસે રેડ પડવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યમાં દરોડા પાડવા માટે દેશના વિવિધ વિભાગોમાંથી 300થી વધારે આઈટી ઓફિસર અને સીઆરપીએફના કર્મચારીઓને લાવવામાં આવ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આઈટીની ટીમ કર્ણાટક પોલીસનો ઉપયોગ ન કરીને કેન્દ્રીય સુરક્ષા બળની મદદ લઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments